________________
શ્રીરાઈવ-પ્રતિક્રમણ વિધિ
૧૪૫
પૂરવ નવાણું સમોસર્યા, સ્વામી શ્રી ઋષભ નિણંદ, રામ પાંડવ મુક્ત ગયા, પામ્યા પરમાનંદ, શ્રી રે૪ પૂરવ પુણ્ય પસાઉલે, પુંડરીગિરીમાં પાયો; કાંતિવિજય હરખે કરી, શ્રી સિદ્ધાચલ ગાયો, શ્રી ર૦ /પા.
(૩).
તે દિન ક્યારે આવશે, શ્રી સિદ્ધાચલ જાશે; ઋષભ નિણંદને પૂજવા સુરજકુંડમાં ન્હાશું ....તે દિન. ૧ સમવસરણમાં બેસીને, જિનવરની વાણી, સાંભળશું સાચે મને, પરમારથ જાણી ...તે દિન- ર સમક્તિ વ્રત સૂઘાં ઘરી, સદ્દગુરુને વંદી, પાપ સર્વ આલોઈને, નિજ આતમ નિંદી ...તે દિન- ૩ પડિકકમણાં દોય ટંકના, કરશું મન કોડે, વિષય કષાય વિસારીને; તપ કરશું હોડે ....તે દિન- ૪ વહાલાને વૈરી વિચે, નવિ કરશું વહેરો, પરના અવગુણ દેખીને, નવિ કરશું ચહેરો તે દિન- ૫ ધર્મસ્થાનક ધન વાપરી, કાયને હેતે, પંચમહાવ્રત લઈને, પાળશું મન પ્રીતે તે દિન૦ ૬ કાયાની માયા મેલીને, પરિષહને સહેશું, સુખ દુઃખ સર્વે વિસારીને, સમભાવે રહીશું ...તે દિન- ૭ અરિહંત દેવને ઓળખી, ગુણ તેહના ગાશું, ઉદયરત્ન એમ ઉચ્ચરે, ત્યારે નિર્મળ થાશું તે દિન૮
મારગ
પૈસાવાળા કહેવડાવવા કરતા નીતિમાન કહેવડાવવું વધારે સારું.