________________
૧૪૪
રત્નત્રયી ઉપાસના
-: શ્રી શત્રુંજય તીર્થના સ્તવનો :(૧)
(રાગ – મન ડોલે તન ડોલે)
આજ મારાં નયણાં સફળ થયાં, શ્રી સિદ્ધાચલ નિરખી;
ગિરિને વધાવું મોતીડે, મારા હૈડામાં હરખી. આજ ૧ ધન્ય ધન્ય સોરઠ દેશને, જિહાંએ તીરથ જોડી;
વિમલાચલ ગિરનારને, વંદુ બે કરોડી. આજ૦ સાધુ અનંતા ઈણેગિરિ, સિદ્ધાં અણસણ લેઈ;
રામ પાંડવ નારદઋષિ, બીજા મુનિવર કેઈ. આજ૦ ૩ માનવ ભવ પામી કરી, નવિ એ તીરથ ભેટે;
પાપ કરમ જે આકરાં, કહો કેણી પેરે . મીઢે. આજ૦ ૪ તીર્થરાજ સમરૂં સદા, સારે વંછિત કાજ;
'
૨
દુઃખ દોહગ દૂરે કરી, આપે અવિચલરાજ. આજ૦ ૫ સુખના અભિલાષી પ્રાણીયા, વંછે અવિચલ સુખડાં; માણેક મુનિ ગિરિ ધ્યાનથી, ભાંગે ભવોભવ દુઃખડાં. આજ (૨)
શ્રી રે સિદ્ધાચલ ભેટવા, મુજ મન અધિક ઉમાયો; ઋષભદેવ પૂજા કરી, લીજે ભવતણો લાહો, શ્રી રે ।।૧।। મણિમય મૂરતિ શ્રી ઋષભની, નીપાઈ અભિરામ; ભવન કરાવ્યા કનકનાં, રાખ્યાં ભરતે નામ, શ્રી રે ।।રા
નેમિ વિના ત્રેવીસ પ્રભુ, આવ્યા સિદ્ધક્ષેત્ર જાણી; શેત્રુંજા સમુ તીરથ નહીં, બોલ્યા સીમંધર વાણી, શ્રી રે ।।૩।।
જેટલા પુસ્તક ભણે તેટલાને તત્ત્વજ્ઞાન ન થાય હૈયામાં ઉતારે તેને તત્ત્વજ્ઞાન થાય.