________________
૧૪૨
રત્નત્રયી ઉપાસના
-: શ્રી શત્રુંજય તીર્થના ચૈત્યવંદનો :(૧) વિમલ કેવલજ્ઞાનકમલા, કલિત ત્રિભુવન હિતકરું; સુરરાજસંસ્તુતચરણપંકજ, નમો આદિ જિનેશ્વરં ।।૧।। વિમલ-ગિરિવર-શૃંગમંડન, પ્રવર ગુણગણ ભૂધરું; . સુર અસુર કિન્નર કોડિ સેવિત, નમો આદિ જિનેશ્વર. ર કરતી નાટક કિન્નરીગણ, ગાય જિનગુણ મનહરં; નિર્જરાવલી નમે અહોનિશ, નમો આદિ જિનેશ્વર. ॥૩॥ પુંડરિક ગણપતિ સિદ્ધિ સાધિત, કોડિ પણ મુનિમનહરં; શ્રીવિમલગિરિવરįગ સિધ્યા, નમો આદિ જિનેશ્વરં ।।૪।। નિજ સાધ્ય સાધક શૂર મુનિવર, કોડિનંત એ ગિરિવરં; મુક્તિરમણી વર્યાં રંગે, નમો આદિ જિનેશ્વર, ।।૫।। પાતાલ નર સુર લોકમાંહિ, વિમલ ગિરિવર તો પરં; નહિ અધિક તીરથ તીર્થપતિ કહે, નમો આદિ જિનેશ્વર. ॥૬॥ ઈમ વિમલ ગિરિવર શિખર મંડણ, દુ:ખવિહંડણ ધ્યાઈએ; નિજ શુદ્ધસત્તાસાધનાર્થ, પરમ જ્યોતિ નિપાઈએ. ।।।। જિત મોહ કોહ વિછોહ નિદ્રા, પરમ પદસ્થિતિ જયકરું; ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મવિજય સુહિતકરું. IIII (૨)
ઋષભની પ્રતિમા મણીમયી, ભરતેશ્વરે કીઘી
તે પ્રતિમા છે ઈણગિરિ, એહ વાત પ્રસિદ્ધિ. ૧ દેખે દરિસણ કોઈ જાસ, માનવ ઈહ લોકે ત્રીજે ભવ જે મુક્તિ યોગ્ય, નર તેહ વિલોકે. સ્વર્ણ ગુફા પશ્ચિમ દિશેએ, એ છે જાસ અહિઠાણ દાન સુહંકર વિમલગિરિ, તે પ્રણમું હિત આણ.
૨
૩
સારી ધર્મપ્રવૃત્તિ પણ આશય સારો હોય તો સાચો લાભ આપે.