________________
૧૪૧
શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ OCTS
- શ્રી સીમંધરસ્વામીની સ્તુતિઓ -
મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરસ્વામી, સોનાનું સિંહાસનજી; રૂપાનું ત્યાં છત્ર બિરાજે, રત્નમણીના દીવા દીપેજી, કુમકુમ વરણી ત્યાં ગહુંલી બિરાજે, મોતીના અક્ષતઃ સાર; ત્યાં બેઠા સીમંધરસ્વામી, બોલે મધુરી વાણીજી, કે સર ચંદન ભર્યા કચોળા, કસ્તુરી બરાસે છે; પહેલી રે પૂજા અમારી હોજો, ઉગમતે પ્રભાતે જી.
(૨). સો ક્રોડ સાધુ, સો ક્રોડ સાધ્વી જાણ, ઐસે પરિવાર, શ્રી સીમંધર ભગવાન; દશ લાખ કહ્યા કેવળી, પ્રભુજીનો પરિવાર, વાચક યશ વંદે, નિત વંદુ વારે વાર.
(૩)
અજુવાલી તે બીજ સોહાવે રે, ચંદા રૂપ અનુપમ લાવે રે; ચંદા વિનતડી ચિત્ત ધરજો રે, શ્રી સીમંધરને વદંન કહેજો રે.
- શ્રી શત્રુંજય તીર્થની સ્તુતિઓ :
શત્રુંજયમંડન : (રાગ – જય જય ભવિ હિતકર) શત્રુંજયમંડન ઋષભ, નિણંદ દયાલ, મરૂદેવાનંદન, વંદન કરૂં ત્રણ કાલ; એ તીરથ જાણી, પૂર્વ નવ્વાણું વાર, આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર. ૧. પુંડરીકગિરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ, વિમલાચલ ભેટી, લહીએ અવિચલ રિદ્ધ, પંચમી ગતિ પહોતા, મુનિવર કોડાકોડ, ઈણ તીરથે આવી, કર્મ વિપાક વિછોડ.૨.
કોઈ પણ સારી ચીજના ઉપયોગ વિધિપૂર્વક કરાય તો જ તે તારે.