________________
૧૩૮
રત્નત્રયી ઉપાસના
વીશ વિહરમાન તીર્થકરોનું સ્તવન સીમંધર, યુગમંધર, બાહુ, ચોથા સ્વામિ સુબાહુ, જંબુદ્વીપ વિદેહે વિચરે, કેવળ કમળા નાહો; રે ભવિકા ! વિહરમાનજિન વંદો, આતમ પાપ નિકંદો; રે ભવિકાઠ... (૧) સુજાત, સ્વયંપ્રભ, ઋષભાનન, અનંતવીરય ચિત્ત ધરિયે; સુરપ્રભ, શ્રીવિશાળ, વજધર, ચંદ્રાનન ઘાતકી યે; રે ભવિકા .... (૨) ચંદ્રબાહુ, ભુજંગ ને ઈશ્વર, નેમિનાથ, વીરસેન, દેવજશા, ચંદ્રજશા, અજિતવીર્ય, પુખરદ્વીપ પ્રસન્ન રે ભવિકા ... (૩) આઠમી, નવમી, ચોવીશ, પચવીશમી વિદેહ વિજય જયવંતા; દશલાખ કેવળી, સો ક્રોડ સાધુ-પરિવારે ગહગહેતા રે ભવિકા... (૪) ધનુષ પાંચસે ઉચી સોહે, સોવન વરણી કાયા; દોષ રહિત સુર મહિત મહીતળ, વિચરે પાવન પાયા; રે ભવિકા......() ચોરાશી લાખ પૂરવ જિન જીવિત, ચોત્રીશ અતિશયધારી; સમવસરણ બેઠા પરમેશ્વર, પડિબોહે નરનારી; રે ભવિકાઠ... (૬) ખિમાવિજય જિન કરૂણાસાગર, આપ તર્યા પર તારે; ધર્મનાયક શિવમારગ દાયક, જન્મ જરા દુઃખ વારે; રે ભવિકા ... (૭)
તમે મહાવિદેહક્ષેત્રમાં જઈને કહેજો ચાંદલીયા, શ્રી સીમંધર તેડા મોકલે; તુમે ભરતક્ષેત્રના દુઃખ કહેજો ચાંદલીયા, શ્રી સીમંધર તેડા મોકલે. ૧ અજ્ઞાનતા અહીં છાઈ રહી છે, તત્ત્વની વાતો ભૂલાઈ ગઈ છે; એવા આત્મિક દુઃખ મારાં કહેજે ચાંદલીયા શ્રી સીમંધર તેડા મોકલે.ર પુલના મોહમાં ફસાઈ ગયો છું, કમની જાળમાં પટકાઈ રહ્યો છું; એવા કમોંના દુઃખ મારાં કહેજો ચાંદલીયા, શ્રી સીમંધર તેડા મોકલે. ૩
ગાઠ મિથ્યાદ્રષ્ટિ ગમે તેટલો ધર્મ કરે તો ય સારો ભાવ તેને ન આવે.