________________
શ્રી રાઈચ-પ્રતિક્રમણ વિધિ
૧૩૩
(૨)
શ્રી સીમંધર વીતરાગ, ત્રિભુવન તુમે ઉપગારી; શ્રી શ્રેયાંસ પિતા કુળે, બહુ શોભા તુમારી. ૧ ધન્ય ધન્ય માતા સત્યકી, જેણે જયો જયકારી; વૃષભ લંછને બિરાજમાન, વંદે નરનારી. ૨ ધનુષ પાંચસે દેહડીએ, સોહીએ સોવનવાન; કીર્તિવિજય' ઉવજઝાયનો, વિનય ઘરે તુમ ધ્યાન. ૩
- શ્રી સીમંધરસ્વામીના સ્તવનો -
પુફખલવઈ વિજયે જયો રે, નયરી પુંડરીગિણી સાર; શ્રી સીમંધર સાહિબા ! રે; રાય શ્રેયાંસકુમાર !
નિણંદરાય ! ધરજો ધર્મસનેહ ૧ મોટા નાના આંતરું રે, ગિરુઆ નવિ દાખંત; શશિદરિશણ સાયર વધે રે, કૈરવ-વન વિકસંત-નિણંદ૦ ૨ ઠામ કુઠામ નવિ લેખવે રે, જલ વરસંત જલધાર; કર દોય કુસુમે વાસિયે રે, છાયા સવિ આધાર-જિગંદo ૩ રાય ને રંક સરીખા ગણે રે, ઉદ્યોતે શશી સૂર; ગંગાજળ તે બિહું તણાં રે, તાપ કરે સવિ દૂર-નિણંદ૪ સરીખા સહુને તારવા રે, તિમ તુમે છો મહારાજ ! મુજશું આંતરો કિમ કરો રે ! બાંહ્ય ગ્રહ્યાની લાજ-નિણંદ૦ ૫ મુખ દેખી ટીલું કરે રે, તે નવિ હોય પ્રમાણ; મુજરો માને સવિ તણો રે, સાહિબ તેહ સુજાણ-નિણંદo ૬ વૃષભ લંછન માતા સત્યકી રે, નંદન રુકિમણી કંત; વાચયશ એમ વિનવે રે, ભયભંજન ભગવંત-નિણંદ) ૭
અનંતા ભવોના પાપ નાશ કરવાની તાકાત જૈન ધર્મમાં છે.