________________
૧૨
રત્નત્રયી ઉપાસના
ચેત્યવંદન - સ્તવન - સ્તુતિ વિભાગ છે
- શ્રી સીમંધરસ્વામીના ચૈત્યવંદન -
સીમંધર પરમાતમા, શિવસુખના દાતા;
પુખલવઈ વિજયે જયો, સર્વ જીવના ત્રાતા. ૧ પૂર્વ વિદેહ પુંડરિગિણી, નયરીએ સોહે;
શ્રી શ્રેયાંસરાજા તિહાં, ભવિયણના મન મોહે. ૨ ચૌદ સુપન નિર્મલ લહી, સત્યકી રાણી માત;
કુંથુ અરજિન અંતરે, શ્રી સીમંધર જાત. ૩ અનુક્રમે પ્રભુ જનમીયા, ભર યૌવન પાવે;
માત પિતા હરખે કરી, રુક્ષ્મણી પરણાવે. ૪. ભોગવી સુખ સંસારના, સંયમ મન લાવે;
મુનિસુવ્રત નમિ અંતરે, દીક્ષા પ્રભુ પાવે. ૫ ઘાતી કર્મનો ક્ષય કરી, પામ્યા કેવલજ્ઞાન; - વૃષભ લંછને શોભતા, સર્વ ભાવના જાણ. ૬ ચૌરાશી જસ ગણધરા, મુનિવર એકસો ક્રોડ;
ત્રણ ભુવનમાં જેવતા, નહીં કોઈ એહની જેડ. ૭ દશ લાખ કહ્યા કેવલી, પ્રભુજીનો પરિવાર,
એક સમય ત્રણ કાલના, જાણે સર્વ વિચાર. ૮ ઉદય પેઢાલ જિન અંતરે એ, થાશે જિનવર સિદ્ધ; | ‘જશ વિજય” ગુરુ પ્રણમતાં, મન વાંછિત ફળ લીધ. ૯
જિભ અને નિંદા આ બે ઉપર વિજય મેળવો એટલે સર્વ સિદ્ધિ તમારા હાથમાં છે.