________________
૬૦.
રત્નત્રયી ઉપાસના
અડ જાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણો, ચઉસઠ સહસ હુઆ અભિષેક, અઢીસું ગુણા કરી જાણો, સાઠ લાખ ઉપર એક કોડિ, કળશાનો અધિકાર, બાસઠ ઈદ્રતણા તિહાં બાસઠ, લોકપાલના ચાર.. આતમ...૨ ચંદ્રની પંકિત છાસઠ છાસઠ, રવિશ્રેણી નરલોકો, ગુરુસ્થાનક સુર કેરો એક જ, સામાનિકનો એકો, સોહમપતિ ઈશાનપતિની, ઈન્દ્રાણીના સોલ, અસુરની દશ ઈંદ્રાણી નાગની, બાર કરે કલ્લોલ... આતમ...૩
જ્યોતિષ વ્યંતર ઈંદ્રની ચઉ ચઉ, પર્ષદા ત્રણનો એકો, કટક પતિ અંગરક્ષક કેરો, એક એક સુવિવેકો, પરચૂરણ સુરનો એક છેલ્લો, એ અઢીસું અભિષેકો, - ઈશાન ઈન્દ્ર કહે મુજ આપો, પ્રભુને ક્ષણ અતિરેકો.... આતમ..૪ તવ તસ ખોળે ઠવી અરિહાને, સોહમપતિ મન રંગે, વૃષભરૂપ કરી શૃંગ જળ ભરી, હવણ કરે પ્રભુ અંગે; પુષ્પાદિક પૂછને છાંટે, કરી કેસર રંગ રોલે, મંગળ દીવો આરતી કરતાં, સુરવર જય જય બોલે.... આતમ...૫ ભેરી ભેગલ તાલ બજાવત, વળિયા જિન કર ધારી; જનની ઘર માતાને સોંપી, એણી પરે વચન ઉચ્ચારી; પુત્ર તમારો, સ્વામી અમારો અમ સેવક આધાર, પંચધાવી રંભાદિક થાપી, પ્રભુ ખેલાવણહાર... આતમ..૬ બત્રીસ કોડી કનક મણિ માણિક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે; પૂરણ હર્ષ કરેવા કારણ, દ્વીપ નંદીસર જાવે; કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ કલ્પ સધાવે; દીક્ષા કેવળને અભિલાષે, નિત નિત જિનગુણ ગાવે... આતમ...૭
જીવનની સાર્થકતા મુક્તિદાયક ઘર્મની આરાધનામાં જ છે.