________________
શ્રી સ્નાત્ર પૂજા
(ઢાળ – વિવાહલાની દેશી)
સુર સાંભળીને સંચરીઆ, માગધ વરદામે ચલિયા; પદ્મદ્રહ ગંગા આવે, નિર્મળ જળ કળશ ભરાવે... ૧ તીરથ જળ ઔષધિ લેતા, વળી ક્ષીર સમુદ્રે જાતા; જળ કળશા બહુલ ભરાવે, ફૂલ ગંગેરી થાળ લાવે. ૨ સિંહાસન ચામર ધારી, ધૂપધાણાં રકેબી સારી; સિદ્ધાંતે ભાખ્યાં જેહ, ઉપકરણ મિલાવે તેહ... ૩ તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે; કળશાદિક સહુ તિહાં ઠાવે, ભક્તે પ્રભુના ગુણ ગાવે... ૪ અર્થ :- અચ્યુતેંદ્રના હુકમને સાંભળીને તરત જ બીજા દેવો ગંગા, માગધ, ક્ષીર સમુદ્ર વગેરે તીર્થોનાં પાણી લેવા માટે ગયા; તીર્થોનાં નિર્મળ પાણી વડે કળશો ભરીને પાછા આવતાં અનેક પ્રકારની સુગંધી ઔષધીઓ, પુષ્પ, ચંગેરી થાળ વગેરે વસ્તુઓ લાવ્યા. સિંહાસન, ચામર, ધૂપદાની, રકેબી વગેરે સિદ્ધાંતમાં કહેલાં સર્વ ઉપકરણો ત્યાં એકઠાં કર્યાં. એ પ્રમાણે દરેક વસ્તુ લઈને તેઓ મેરૂ પર્વત પર આવ્યા અને પ્રભુનાં દર્શન કરીને બહુજ આનંદ પામ્યા. પોતાની સાથે લાવેલા જળ કળશો વગેરે સમગ્ર વસ્તુઓ ત્યાં મૂકી ઘણા જ આનંદ સહિત પ્રભુના ગુણ ગાવા લાગ્યા.
(ઢાળ રાગ ધનાશ્રી)
આતમભક્તિ મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનુજાઈ, નારી પ્રેર્યાં વળી નિજ ફુલવટ, ધર્મી ધર્મસખાઈ, જોઈસ વ્યંતર ભવનપતિના, વૈમાનિક સુર આવે, અચ્યુતપતિ હકમે કરી કળશા, અરિહાને ન્હવરાવે. આતમ...૧
તપ ઈચ્છાને નિર્મૂળ કરવા માટે કરવાનું છે.
૫૯