________________
૫૮
કરવા આવ્યો છું.’’ એ પ્રમાણે કહી, માતા પાસે ભગવંતના પ્રતિબિંબને સ્થાપન કરી, ઈન્દ્રમહારાજ પાંચરૂપે ભગવંતને ગ્રહણ કરી દેવ-દેવીઓના સમૂહ સાથે વાજતે-ગાજતે મેરૂ પર્વત ઉપર આવ્યા.
(ઢાળ – પૂર્વની)
-
રત્નત્રયી ઉપાસના
મેરૂ ઉપરજી, પાંડુકવનમેં ચિહું દિશે, શિલા ઉપરજી, સિંહાસન મન ઉલ્લસે; તિહાં બેસીજી, શક્કે જિન ખોળે ધર્યાં, હરિ ત્રેસઠજી, બીજા તિહાં આવી મળ્યા... ।।૫।।
અર્થ :- મેરૂ પર્વત ઉપર પાંડુકવનમાં શિલા ઉપર સિંહાસન ગોઠવી, ત્યાં ઈન્દ્ર મહારાજે બેસીને ભગવંતને પોતાના ખોળામાં ધારણ કર્યા, ત્યાં બીજા ત્રેસઠ ઈન્દ્રો જન્મ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા.
(ત્રોટક છંદ)
મળ્યા ચોસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિના, માગધાદિ જળ તીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના; અચ્યુતપતિએ હુકમ કીનો, સાંભળો દેવા સવે, ખીરજલધિ ગંગાનીર લાવો, ઝટિતિ જિન જન્મોત્સવે... ।।૬।।
અર્થ :- તે ચોસઠ ઈન્દ્રોએ આઠ જાતિના કળશો બનાવી, તેની અંદર માગધ વગેરે ઉત્તમ તીર્થોનાં સુગંધી પાણી ભર્યાં. અનેક પ્રકારના સુગંધી ધૂપ પ્રગટાવ્યા. ત્યારપછી અચ્યુતેદ્રે બીજા દેવોને શ્રી જિનેશ્વર ભગવંતના જન્મમહોત્સવમાં ગંગા વગેરેનાં પાણી લાવવા હુકમ કર્યો.
Dick
ઇચ્છામાંથી કાય પૈદા થાય છે.