________________
શ્રી સ્નાત્ર પૂજા
અર્થ
હરિણૈગમેષી નામના દેવ પાસે સુઘોષા નામનો ઘંટ વગડાવે છે, અને બધા દેવોને ખબર આપે છે કે દેવો ! શ્રી તીર્થંકર ભગવંતનો જન્મ થયો છે, માટે સહુ જન્મોત્સવ ઊજવવા મેરૂગિરિ ઉપર આવજો.
(ઢાળ – પૂર્વની)
એમ સાંભળીજી, સુરવર કોડિ જન્મ મહોત્સવજી, કરવા મેરૂ સોહમપતિજી, બહુ પરિવારે આવિયા, માય જિનનેજી, વાંદી પ્રભુને વધાવિયા ।।૩।। (અહીં પ્રભુને ચોખાથી વધાવવા...)
આવી મળે,
ઉપર ચલે;
એ પ્રમાણે શ્રી તીર્થંકર ભગવાનના જન્મની ખબર પડતાંની સાથે કરોડો દેવો એકઠા થાય છે અને ભગવંતનો જન્મોત્સવ ઉજવવા મેરૂ પર્વત ઉપર જાય છે. દેવ-દેવીઓના પરિવારથી પરિવરેલો સૌધર્મ ઈન્દ્ર દેવલોકમાંથી પૃથ્વી ઉપર આવી, જ્યાં શ્રી તીર્થંકર ભગવંતનો જન્મ થયો છે, ત્યાં જાય છે; અને ત્યાં જઈ માતા અને ભગવંતને નમસ્કાર કરી પ્રભુને વધાવે છે.
(ત્રોટક છંદ)
વધાવી બોલે હે રત્નકુક્ષી ધારિણી તુજ સુત તણો, હું શક્ર સોહમ નામે કરશું, જન્મ મહોત્સવ અતિઘણો; એમ કહી જિન પ્રતિબિંબ સ્થાપી, પંચરૂપે પ્રભુ ગ્રહી; દેવ-દેવી નાચે હર્ષ સાથે; સુરગિરિ આવ્યા વહી... II૪।।
અર્થ :
ત્યારપછી ઈન્દ્ર મહારાજા પ્રભુની માતાને આ પ્રમાણે કહે છે, “હે રત્નકુક્ષીને ધારણ કરનારી માતા ! હું સૌધર્મદેવલોકનો શક્ર નામે ઈન્દ્ર તમારા પુત્રનો જન્મ મહોત્સવ
12
Bo
મેળવવા જેવો મોક્ષ, લેવા જેવો સંયમ, છોડવા જેવો સંસાર.
૫૭