SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પs રત્નત્રયી ઉપાસના આ રીતે પોતાને લાયક ક્રિયાઓ કરી માતા તથા પુત્રને નમસ્કાર કરી દિકકુમારિકાઓ કહે છે : હે દેવાધિદેવ ! આ જગતના જીવોના હિત માટે જ્યાં સુધી જગતમાં મેરૂ, સૂર્ય અને ચન્દ્ર છે ત્યાં સુધી આપ જીવજો.' આ રીતે પ્રભુના ગુણ ગાતી ગાતી પોતપોતાના સ્થાનકે જાય છે. એ અવસરે સૌધર્મ દેવલોકમાં ઈન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય છે. (ઢાળ-એકવિસાની દેશી) જિન જભ્યાજી, જિણ વેળા જનની ધરે, તિણ વેળાજી, ઈન્દ્ર સિંહાસન રિહરે; દાહિણોત્તરજી, જેતા જિન જનમે યદા; • દિશિનાયક, સોહમ ઈશાન બિહું તદા.. It અર્થ :- જે વખતે શ્રી તીર્થકર ભગવંતનો જન્મ થાય છે, તે વખતે સૌધર્મ અને ઈશાન દેવલોકના દક્ષિણ-ઉત્તર દિશાના ઈન્દ્રોનાં સિંહાસનો કંપે છે. (ત્રોટક છંદ) તદા ચિંતે ઈન્દ્ર મનમાં, કોણ અવસર એ બન્યો; જિન જન્મ અવધિનાણે જાણી, હર્ષ આનંદ ઉપજ્યો... III સુઘોષ આદિ ઘંટનાદે, ઘોષણા સુરમેં કરે, સવિ દેવી-દેવા જન્મ મહોત્સવ આવજો સુરગિરિવરે... ||રા (અહીં ઘંટ વગાડવો) અર્થ :- આમ અકસ્માત્ સિંહાસન કંપવાનું કારણ ઈન્દ્ર મહારાજ અવધિજ્ઞાન વડે જુએ છે, શ્રી તીર્થંકર ભગવંતનો જન્મ થયેલો જાણી તે અત્યંત આનંદ પામે છે અને તરત જ તપ જેને પચે તેને ક્ષમાનો ઓડકાર આવે, ન પચે તેને ક્રોધનો ઓડકાર આવે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy