________________
શ્રી સ્નાત્ર પૂજા
ક
રે
,
પપ
વૃષ્ટિ ગંધોદક, અષ્ટ કુમરી કરે; અષ્ટ કલશા ભરી, અષ્ટ દર્પણ ધરે; અષ્ટ ચામર ધરે; અષ્ટ પંખા લહી. ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી
રા ઘર કરી કેળના, માય સુત લાવતી, કરણ શુચિકર્મ જળ-કલશે ત્વવરાવતી. કુસુમ પૂજી, અલંકાર પહેરાવતી, રાખડી બાંધી જઈ, શયન પધરાવતી
II નમીય કહે માયા તુજ બાળ લીલાવતી, મેરૂ રવિ ચંદ્ર લગે જીવો જગપતિ; સ્વામી ગુણ ગાવતી,
નિજ ઘર જાવતી, તેણે સમે ઈન્દ્ર સિંહાસન કંપતી II અર્થ :- જ્યારે દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માનો જન્મ થાય છે,
ત્યારે દરેક દિશામાંથી છપ્પન દિકકુમારિકાઓ પ્રભુનું સૂતિકર્મ કરવાનો પોતાનો શાશ્વત આચાર હોવાથી ત્યાં આવે છે.
ત્યાં આવી ભગવંતને અને તેમની માતાને નમસ્કાર કરી અત્યંત આનંદપૂર્વક નીચે મુજબ શાશ્વત આચારનું કર્તવ્ય બજાવે છે. આઠ દિકકુમારિકાઓ સંવર્ત વાયુ વડે ચાર દિશામાં એકેક યોજન સુધી સઘળો કચરો દૂર કરે છે. ત્યાર પછી આઠ કુમારિકાઓ સુગંધી જળની વૃષ્ટિ કરે છે. આઠ કુમારિકાઓ હાથમાં પૂર્ણ કળશને ધારણ કરીને ઊભી રહે છે. આઠ કુમારિકાઓ દર્પણ ધરે છે. આઠ કુમારિકાઓ ચામર વગે છે. આઠ કુમારિકાઓ દીપકને ગ્રહણ કરે છે.
ત્યાં ઉત્તમ પ્રકારનાં કેળનાં પાંદડાંઓનું સૂતિગૃહ બનાવી, તેની અંદર પુત્ર અને માતાજીને લાવી કળશો વડે સ્નાન કરાવે છે. પછી પુષ્પો વડે પૂજા કરી આભૂષણ પહેરાવે છે. તે પછી હાથે રાખડી બાંધી શયનમાં પધરાવે છે.
સંસારમાં કોઈ તમારૂં છે જ નહિં, ખુદ તમારું શરીર પણ તમારું નથી.