________________
પ૪
રત્નત્રયી ઉપાસના
પરવર,હરદ્વાર
મહાવીરૂઝાવવા કરણદરાવાળા
જગતમાં ફેલાય છે, એથી વિશ્વના સમગ્ર જીવો શાંતિ પામે છે, સુખનો અનુભવ કરે છે અને ધર્મના ઉદયનો સુંદર પ્રભાતકાળ શરૂ થાય છે. .
જેમ સૂર્યના ઉદયથી તારાઓનું તેજ નાશ પામે છે, તેમજ સૂર્ય સમાન દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવંતના ઉદયથી મિથ્યાત્વરૂપી તારાઓનો નાશ થાય છે. આવા ઉત્તમ તીર્થકરરૂપી પુત્રના ગર્ભને ધારણ કરનારી માતા “મારો પુત્ર ત્રણ જગતમાં તિલક સમાન થશે.” એમ જાણી મનમાં અત્યંત આનંદ પામી શેષ રાત્રિ ધર્મધ્યાનમાં પસાર કરે છે. '
(દુહો) શુભલગ્ન જિન જનમિયા, નારકીમાં સુખ જ્યોત,
સુખ પામ્યા ત્રિભુવન જના, હુઓ જગત ઉદ્યોત... ૧ અર્થ :- અનુક્રમે ગર્ભકાળ પરિપૂર્ણ થયા બાદ દેવાધિદેવ શ્રી તીર્થંકર
ભગવંતનો શુભ અવસરે જન્મ થાય છે. એ વખતે નારકના જીવો પણ ક્ષણભર શાંતિ અનુભવે છે. ત્રણ ભુવનના સઘળા જીવો અત્યંત સુખ પામે છે અને ત્રણ જગતમાં ઉદ્યોત (પ્રકાશ) થઈ જાય છે. (અહીં ધૂપદાની, કળશ, દર્પણ, ચામર, પંખા, દીપક તથા થાળીમાં પુષ્પો અને રાખડી લઈ ઊભા રહેવું તેમજ તે પદ આવે પ્રભુને કળશ કરી, પુષ્પો ચઢાવવાં અને જમણે અંગૂઠે રાખડી મૂકવી.).
- (ઢાળ-કડખાની દેશી) સાંભળો કળશ જિન, મહોત્સવનો ઈહાં, છપ્પન કુમરી દિશિ, વિદિશિ આવે તિહાં, માય સુત નમી, આનંદ અધિકો ધરે, અષ્ટ સંવર્તવાયુથી કચરો હરે
વિચારકને આકાશમાં મેઘધનુષ્ય જોઈને પણ વૈરાગ્ય થાય છે.