________________
Gay
દશમે પદ્મ સરોવર, અગિયારમે રત્નાકર; ભુવન વિમાન રત્નગંજી, અગ્નિશિખા ધૂમવર્ણ... ૩ સ્વપ્ન લઈ જઈ રાયને ભાખે, રાજા અર્થ પ્રકાશે, પુત્ર તીર્થંકર ત્રિભુવન નમશે, સકળ મનોરથ ફળશે... ૪
અર્થ :
શ્રી સ્નાત્ર પૂજા
તે ચૌદ સ્વપ્નમાં માતાએ પહેલે હાથી, બીજે વૃષભ, ત્રીજે કેસરીસિંહ, ચોથે શ્રી લક્ષ્મી દેવી, પાંચમે ફૂલની માળા, છકે ચંદ્ર, સાતમે સૂર્ય, આઠમે ધ્વજ, નવમે પૂર્ણ કળશ, દશમે પદ્મ સરોવર, અગિયારમે ક્ષીર સમુદ્ર, બારમે દેવ વિમાન, તેરમે રત્નરાશિ, અને ચૌદમે નિર્ધમ અગ્નિશિખા. આ ઉત્તમ સ્વપ્નો જોઈ માતા જાગીને, પોતાના પતિ રાજાની પાસે જઈને વિનયપૂર્વક સ્વપ્નની વાત કરે છે. રાજા પણ સ્વપ્નનું ફળ આ પ્રમાણે કહે છે :
“હે દેવાનુપ્રિયે ! તમને પુત્રપ્રાપ્તિ થશે, તે તીર્થંકર થશે, જેના ચરણારવિંદમાં ત્રણે જગત નમસ્કાર કરશે અને આવા પુત્રરત્નના જન્મથી આપણી સઘળી ઈચ્છાઓ પૂર્ણ થશે.’’
(વસ્તુ-છંદ)
અવધિનાણે અવધિનાણે, ઉપના જિનરાજ; જગત જસ પરમાણુ, વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાર. મિથ્યાત્વ તારા નિર્બલા, ધર્મ ઉદય પરભાત સુંદર; માતા પણ આનંદિયા, જાગતી ધર્મ વિધાન, જાણંતિ જગતિલકસમો, હોશે પુત્ર પ્રધાન... ૧
અર્થ :
ભગવંત ગર્ભમાં ઉત્પન્ન થાય છે, ત્યારથી જ મતિ, શ્રુત અને અવધિજ્ઞાનના ધારક હોય છે. પ્રભુના પુણ્ય પરમાણુઓ
અમ
હે પ્રભુ ! મારૂ મન, મારા વચન, મારી કાચા તમારા મય બનો.
૫૩