________________
પર
રત્નત્રયી ઉપાસના
જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરૂં શાસનરસી; શુચિરસ ઢલતે તિહાં બાંધતાં, તીર્થંકર નામ નિકાચતાં... ૨ સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવનો ભવ કરી; ચ્યવી પન્નરક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવીકુળે... ૩ પટરાણી કૂખે ગુણનલો, જેમ માનસરોવર હંસલો; સુખશય્યાએ રજની શેષ, ઊતરતાં ચઉદ સુપન દેખે... ૪ અર્થ :- શ્રી તીર્થકર ભગવંતે મોક્ષે જવા પૂર્વના ત્રીજા ભવમાં
સમ્યકત્વ પ્રાપ્ત કરી અનુક્રમે ચારિત્ર અંગીકાર કરી વિધિપૂર્વક વીશસ્થાનક તપનું આરાધન કર્યું. જો મારામાં શક્તિ આવે તો સર્વ જીવોને વીતરાગ શાસનના રસિયા બનાવી દઉં આ પ્રમાણે નિરંતર નિર્મળ ભાવના ભાવમાં તીર્થકર નામ કર્મ નિકાચિત કર્યું. એ રીતે સરાગ સંયમને આરાધી, આયુષ્ય પૂર્ણ કરી વચમાં દેવનો એક ભવ કરે છે. તે દેવના ભવમાંથી ચ્યવી પંદર કર્મભૂમિમાંથી કોઈ ભૂમિના મધ્યખંડમાં ઉચ્ચકુળવાળા રાજાની પટ્ટરાણીની કુક્ષીમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે. જેમ માનસરોવરમાં હંસ શોભે છે, તેમ શ્રી તીર્થકર ભગવંત માતાની કુક્ષીમાં શોભે છે. પ્રભુ ગર્ભમાં આવ્યા, તે રાત્રિએ સુખશય્યામાં સૂતેલા પ્રભુની માતા ચૌદ સ્વપ્નોને જુએ છે; તે આ પ્રમાણે –
(ઢાળ-સ્વપ્નની) પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ પઈશ્રો, ત્રીજે કેસરીસિંહ, ચોથે લક્ષ્મી અબીહ... ૧ પાંચમે ફૂલની માળા, છઠે ચંદ્ર વિશાળા, રવિ રાતો ધ્વજ હોટો, પૂરણ કળશ નહીં છોટો.... ૨
કૃતજ્ઞતા ગુણનો ઘારક, પોતાના ગુરુની આખી પરંપરાને ઉપકારક માને.