________________
શ્રી સ્નાત્ર પૂજા
૬૧
મને કાકા કક્ષાના જામીન
તપગચ્છ ઈસર સિંહસૂરીસર, કેરા શિષ્ય વડેરા; સત્યવિજય પંન્યાસ તણે પદ, કપૂર વિજય ગંભીરા; ખીમાવિજય તસ સુજસવિજયના શ્રી શુભવિજય સવાયા; પંડિત વીરવિજયતસ શિષ્ય, જિન જન્મ મહોત્સવ ગાયા... આતમ...૮ ઉત્કૃષ્ટા એકસો ને સિત્તેર, સંપ્રતિ વિચરે વીશ; અતીત અનાગત કાળે અનંતા, તીર્થકર જગદીશ; સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ, મંગળલીલા સુખ ભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ. આતમ...૯ અર્થ :- કેટલાક દેવો પોતાના ભાવથી – પ્રભુ ઉપરની પરમ ભક્તિથી
કેટલાક મિત્રોની પ્રેરણાથી, કેટલાક સ્ત્રીની પ્રેરણાથી, તો કેટલાક “આ આપણો કુળધર્મ છે' એમ સમજી ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક-એમ ચાર પ્રકારના દેવો ત્યાં આવ્યા હતાં અને અય્યદ્રના હુકમથી કળશો ભરીને
પ્રભુને ત્વવરાવતા હતા. તે કળશ આઠ પ્રકારના હતા. તે દરેક આઠ આઠ હજારની સંખ્યામાં હતા, એટલે બધા મળીને ૬૪,૦૦૦ કળશ હતા.
એ ૬૪,૦૦૦ કળશ દ્વારા ઈન્દ્રાદિ દેવોએ ર૫૦ અભિષેક કર્યા. તેથી ૬૪,૦૦૦ X ૨૫૦ = ૧,૬૦,૦૦,૦૦૦ અભિષેક થયા.
એ અઢીસો અભિષેક આ પ્રમાણે છે. બાસઠ ઈન્દ્રોના બાસઠ, ચાર લોકપાલના ચાર, ચંદ્રની છાસઠ પંક્તિના છાસઠ, સૂર્યની છાસઠ પંક્તિના છાસઠ, એક ગુનો, એક સામાનિક દેવનો, સોળ સૌધર્મ ઈન્દ્ર અને ઈશાનેદ્રની ઈન્દ્રાણીઓના, અસુરેન્દ્રની ઈન્દ્રાણીઓના દસ, નાગેન્દ્રની ઈન્દ્રાણીઓનાં બાર, ચાર જ્યોતિષી ઈન્દ્રના, ચાર વ્યંતરેન્દ્રના, એક ત્રણ પર્ષદાનો, એક કટકપતિ (સેનાપતિ)નો, એક અંગરક્ષકનો, એક પરચૂરણ (બાકી રહેલા) દેવોનો એમ અઢીસો અભિષેક જાણવા.
કાજ મ ક મા તારા હતા ,
આપણો તપ-ત્યાગ કોઈને ઉપદ્રવ કરનાર ન હોવો જોઈએ.