________________
૪૮
રત્નત્રયી ઉપાસના
અર્થ :- જેની સુગંધથી દશે દિશાના ભ્રમરો ગુંજારવ કરતા ભેગા થાય છે, એવી જિનેશ્વર ભગવંતના ચરણ ઉપર મૂકેલી કુસુમાંજલિ દેવતાઓને અને મનુષ્યોને સિદ્ધગતિ આપે છે.
નમોઽહંસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:। (કુસુમાંજલિ – ઢાળ)
પાસ જિણેસર જગ જયકારી, જલ થલ ફૂલ ઉદક કરધારી, કુસુમાંજલિ મેલો પાર્શ્વ જિણંદા. ।૧૦।
અર્થ :
ત્યાર પછી ઉત્તમ જળ તથા સ્થળનાં જળ અને ફૂલ લઈને જગતમાં જયવંત એવા શ્રી પાર્શ્વનાથ ભગવંતના ચરણ ઉપર કુસુમાંજલિ મૂકવી. (૧૦)
(દુહો)
મૂકે કુસુમાંજલિ સુરા, વીર ચરણ સુકુમાલ; તે કુસુમાંજલિ ભવિકનાં, પાપ હરે ત્રણકાળ. ॥૧૧॥
અર્થ :- દેવતાઓ પણ જે કુસુમાંજલિ શ્રી વીરપ્રભુના સુકુમાલ ચરણે મૂકે છે, તે કુસુમાંજલિ મૂકવાથી ભવ્ય પ્રાણીઓનાં ત્રણકાળનાં પાપ દૂર થાય છે.
(૧૧)
નમોડર્હસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:।
(કુસમાંજલિ – ઢાળ)
વિવિધ કુસુમ વરજાતિ ગહેવી, જિનચરણે પણ મંત ઠવેવી; કુસુમાંજિલ મેલો વીરિજણંદા. ૧૨॥
અર્થ :- ઉત્તમ પ્રકારના વિવિધ શ્રેષ્ઠ જાતિનાં પુષ્પો લઈને જગતમાં જયવંત એવા શ્રી વીરભગવંતના ચરણકમળમાં નમસ્કાર કરી કુસુમાંજલિ મૂકવી.
(૧૨)
5
તમારો ત્યાગ, બીજાને ત્યાગ ભાવ પેદા કરે તેવો હોવો જોઈએ.