________________
શ્રી સ્નાત્ર પૂજા
૪૭
(કુસુમાંજલિ – ઢાળ) રયણ સિંહાસન જિન થાપીજે, કુસુમાંજલિ પ્રભુ ચરણે દિજે;
કુસુમાંજલિ મેલો શાન્તિજિગંદા. ૬ાા અર્થ :- પછી રત્નના સિંહાસન પર શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાને
સ્થાપન કરી, જગતમાં જયવંત એવા શ્રી શાંતિનાથ ભગવંતના જમણા અંગૂઠા પર કુસુમાંજલિ મૂકવી. (૬)
(દુહો) જિસ તિહું કાલિય સિદ્ધની, પડિમા ગુણભંડાર,
તસુ ચરણે કુસુમાંજલિ, ભવિક દુરિત હરનાર. છા અર્થ :- ત્રણ કાળમાં સિદ્ધ એવા શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમા
ગુણનો ભંડાર છે અને તે પરમાત્માના ચરણકમળમાં કુસુમાંજલિ મૂકવાથી ભવ્ય પ્રાણીઓનાં પાપ દૂર થાય છે.
(૭) નમોહસિદ્ધાચાયોપાધ્યાય સર્વસાધુભ્ય /
(કુસુમાંજલિ – ઢાળ) કૃષણાગરૂ વરધૂપ ધરી, સુગંધ કર કુસુમાંજલિ દીજે;
કુસમાંજલિ મેલો, નેમિજિગંદા. ૧૮ અર્થ :- ઉત્તમ કૃષ્ણાગરૂ ધૂપ હાથમાં ધારણ કરી, હાથને સુગંધિત
કરી, જગતમાં જયવંત એવા શ્રી નેમિનાથ ભગવંતના ચરણકમળમાં કુસુમાંજલિ મૂકવી.
. (ગાથા – આર્યાગીતિ) જસુપરિમલબલ દહ દિસિં, મધુકરઝંકાર સદસંગીયા; જિણચલણોવરિ મુક્કા, સુરનર કુસુમાંજલિ સિદ્ધા. હો
(૮)
મોક્ષ મેળવવા માટે દાન-ધર્મ છે પણ નામના મેળવવા માટે નહિ.