________________
૪૬
રત્નત્રયી ઉપાસના
અર્થ :- શ્રી જિનેશ્વર ભગવંતના જન્મ સમયે મેરૂપર્વતના શિખર
ઉપર દેવોએ રત્નના અને સુવર્ણના કળશે વડે જે પભુનો અભિષેક (પ્રક્ષાલ) કર્યો, એવા પ્રભુનું દર્શન કરનારાઓને ધન્ય છે.
(૩) (જ્યાં જ્યાં કુસુમાંજલિ મેલો' શબ્દ આવે ત્યાં ત્યાં પ્રભુના
જમણો અંગૂઠે કુસુમાંજલિ મૂકવી.) નિર્મળ જળ કલશે હવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે,
કુસુમાંજલિ મેલો આદિ જિગંદા. સિદ્ધ સ્વરૂપી અંગપખાલી, આતમ નિર્મળ હુઈ સુકુમાલી,
કુસુમાંજલિ મેલો. જો અર્થ :- નિર્મળ જળના કળશો વડે અભિષેક કરી, અમૂલ્ય વસ્ત્રથી
અંગલૂછશું કરી, શ્રી આદિજિણંદના ચરણમાં કુસુમાંજલિ મૂકવી. સિદ્ધસ્વરૂપ ભગવંતનો અભિષેક કરવાથી, આપણો આત્મા નિર્મળ (પાપ રહિત) થાય છે. કોમળ-યાળુ બને
છે.
(ગાથા – આર્યાગીતિ) મચકુંદ ચંપ માલઈ કમલાઈ પુષ્ક પંચ વણાઈ,
જગનાહન્દુવાણ સમયે દેવા કુસુમાંજલિ દિંતિ. પા અર્થ :- મચકુંદ (બકુલ), ચંપો, માલતી, કમળ વગેરે પાંચ પ્રકારનાં
પુષ્પો શ્રી જિનેશ્વર ભગવંતના અભિષેક વખતે દેવો ચઢાવે છે, તેને કુસુમાંજલિ કહેવાય છે. (૫)
નમોહસિદ્ધાચાયપાધ્યાય સર્વસાધુભ્યઃ | અર્થ :- અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓને
નમસ્કાર કરું છું.
T સંસારના સુખની દરેક સામગ્રી પર લખી દો “પાપ”.