________________
૪૪
રત્નત્રયી ઉપાસના
-
T
સ્નાત્ર પૂજા કરવાનો મહિમા
અચિંત્યપુણ્યના સ્વામી, ત્રણલોકના નાથ, દેવાધિદેવ તીર્થકર ભગવંતનો જીવ જ્યારે દેવલોકમાંથી ચ્યવી માતાના ગર્ભમાં આવે છે ત્યારે માતા ખુબ જ અલૌકિક એવા ચૌદ સ્વપ્નો જુવે છે. ગર્ભકાળ પૂરો થતા શુભ દિવસે અને શુભ મુહૂર્ત જ્યારે બંધા ગ્રહો ઉચ્ચ સ્થાનમાં રહેલા હોય, બધા લોકો ઉત્સાહ અને ઉમંગમાં હોય, સમસ્ત સૃષ્ટિ પ્રભુનું સ્વાગત કરવા થનગની રહી હોય ત્યારે મધ્યરાત્રીએ પ્રભુનો જન્મ થાય છે. તે વખતે ચૌદ રાજલોકમાં અજવાળા થાય છે અને
સદાકાળ કારમી વેદના સહન કરતા નારકીના જીવોને પણ ક્ષણમાત્ર સુખની અનુભૂતિ થાય છે. છપ્પન દિકુમારીકાઓ પ્રભુનો જન્મોત્સવ કરે છે. દેવલોકમાં ઈન્દ્રોના સિંહાસન ચલાયમાન થાય છે. અવધિજ્ઞાનથી પ્રભુનો જન્મ જાણી ૬૪ ઈંદ્રો અને બીજા ઘણા દેવી-દેવતાઓ પૃથ્વીતલ પર આવી મેરૂપર્વત પણ પ્રભુનો જન્મ મહોત્સવ ઉજવે છે.
ઈદ્રો પાસે ૧) સાક્ષાત્ જિનેશ્વર દેવ ૨) સોનાનો મેરૂ ૩) રત્નમય વગેરે કળશો ૪) લીરસમુદ્ર વગેરેનું શુદ્ધ જળ વગેરે હોય છે.
જ્યારે આપણી પાસે આ બધાના પ્રતિક રૂપે ૧) પ્રતિમારૂપે ભગવાન ૨) જર્મનસિલ્વરનું સિંહાસન ૩) જર્મનસિલ્વરના કઃ ળશો તથા કુવા વગેરેનું પાણી હોય છે. તેના દ્વારા આપણે પણ ઈદ્રો જેવો જન્મોત્સવ ઉજવી આપણા આત્માને ભક્તિમાં તરબોળ કરી શકીએ.
આમ ૫૬ દિક્કુમારીકા અને ૬૪ ઈંદ્રોએ મેરૂપર્વત પર ઉજવેલ પ્રભુના સ્નાત્ર મહોત્સવના પ્રતિકરૂપે જિનમંદિરોમાં દરરોજ સ્નાત્રોત્સવ ઉજવાય છે. આ સ્નાત્રોત્સવમાં પ્રભુનું સ્નાત્ર કરી આપણો કર્મમલ દૂર થાય છે, આપણો આત્મા નિર્મળ થાય છે.
મહેનત વગર પૈસો મળતો હોય ત્યારે મોટે ભાગે વાપરવામાં વિવેક રહેતો નથી.