________________
૩૮
રત્નત્રયી ઉપાસના
નામ જ કેવું મસ્ત છે. અક્ષત !
બસ, પ્રભુની પૂજા કરો ! હવે તો ક્યારેય ભય પામવાનું જ નથી. અક્ષયપદ તો હાથમાં જ છે !
ચોખો ! શું ! ક્યારેય ઉગે ખરો ! ના, ના, ના,
બસ, હવે એના દ્વારા પ્રભુની પૂજા કરો ! ભવ (સંસાર) માં ક્યારેય ઉગવું જ નહિ પડો અર્થાત્ જન્મવું જ નહિ પડે.
અક્ષત પૂજાનું રહસ્ય
ચાર ગતિની ભવ ભ્રમણા ટાળી, અજન્મા
થવાની પૂજા એટલે અખંડ અક્ષત પૂજા
(થાળીમાં ચોખા લઈને બોલવાનો દુહો)
નમોઽહંસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ॥૧॥
筑 શુદ્ધે અખંડ અક્ષત ગ્રહિ, નંદાવર્ત વિશાલ;
પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાલ !
ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતં યજામહે સ્વાહા. (૨૭ ડંકા...)
સાથિયાની જગ્યાએ સુંદર ગહુલી પણ આલેખી શકાય,
થોડીક ગહુંલીઓ અહિં આપેલી છે.
Bc
અધ્યાત્મનાં અમૂલ્ય મોતી હાટે વેચાતાં નથી.