________________
૩૬
રત્નત્રયી ઉપાસન
૬ ધ્યાનઘટા પ્રગટાવીયે, વામનયન જિન ધૂપ;
મિચ્છર દુર્ગધ દૂર ટળે, પ્રગટે આત્મ-સ્વરૂપ ! ૩ હી* શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય
શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા. (ર૭ ડંકા...) અમે ધૂપની પૂજા કરીએ રે, ઓ મન માન્યા મોહનજી, પ્રભુ ! અમે ધૂપઘટા અનુસરીયે રે, ઓ મન માન્યા મોહનજી, પ્રભુ ! નહીં કોઈ તમારી તોલે રે, ઓ મન માન્યા મોહનજી, પ્રભુ ! અંતે છે શરણ તમારું રે, ઓ મન માન્યા મોહનજી. (પ્રભુજીની ડાબી બાજુએ ગભારાની બહાર ઉભા રહીને શુદ્ધ અને
સુગંધી ધૂપ વડે ધૂપ પૂજા કરવી.)
(૫) દીપક પૂજા છે,
ધી અને રૂની વાટ ! બનેએ પોતાની જાતને બાળીને એકજ કામ કર્યું...
અંધવરામાં ઉજાશ પાથરવાનું માનવ ! તું પ્રકાશ ન કરી શકે તો ભલે પણ કોઈ ગરીબનો દીવો બુઝાવવાનું કામ કદી ન કરતો.
દેરાસરની ક્રિયા એ તિર્થંકરની જઘન્ય ભકિત.