________________
૩૨
રત્નત્રયી ઉપાસના
(૭) કંઠે તિલક કરતાં ભાવવું કે.. હે પ્રભુ ! આપે આ કંઠમાંથી જગત્ઉદ્ધારક વાણી પ્રકાશીને જગત પર અનુપમ કરૂણા અને ઉપકાર કર્યો છે, ઑપના કંઠની પૂજાથી હું એ વાણીની કરૂણાને ઝીલનારો બનું અને મારામાં એવી શક્તિ પ્રગટો કે જેથી મારી વાણીથી મારૂં અને સૌનું હિત થાય. (૮) હૃદયે પૂજા કરતાં ભાવવું કે... હે પ્રભુ !
રાગ-દ્વેષ વિગેરે દોષોને બાળી મુકી આપે આ હૃદયમાં ઉપશમભાવ છલકાવ્યો છે. નિસ્પૃહતા-કોમળતા અને કરૂણા ભરેલ આપના હૃદયની પૂજાના પ્રભાવે મારા હૈયે પણ સદાય નિઃસ્પૃહતા-પ્રેમકરૂણા અને મૈત્રી આદિ ભાવનાનો ધોધ વહો. મારૂં હૃદય પણ સદાય ઉપશમભાવથી ભરપુર રહો.
(૯) નાભિ પર પૂજા કરતાં ભાવવું કે.. હે પ્રભુ !
આપે શ્વાસોશ્વાસને નાભિમાં સ્થિર કરી... મનને આત્માના શુદ્ધ સ્વરૂપમાં જોડી... ઉત્કૃષ્ટસમાધિ સિદ્ધ કરી. અનંત દર્શન-જ્ઞાનચારિત્રના ગુણોને પ્રગટ કર્યા છે. નિર્મળ એવી આપની નાભિના પૂજનથી મને પણ અનંત દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ ગુણોને પ્રગટ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાઓ. નાભિના આઠ રૂચક પ્રદેશની જેમ મારા પણ સર્વ આત્મ પ્રદેશો શુદ્ધ થાઓ.
ઉપસંહાર : આપણા આત્માના કલ્યાણ માટે, નવતત્વના ઉપદેશક એવા પ્રભુજીનાં નવ અંગોની પૂજા વિધીથી.. રાગથી.. ભાવથી.. કરીએ, એવું પૂજ્ય ઉપા. વીરવિજયજી મહારાજા કહે છે.
==
જ્યાં હક્કની મારા મારી હોય ત્યાં પ્રેમ ટકી શકે જ નહિ.