________________
અષ્ટપ્રકારી પૂજા
હાથેથી અનેક મુમુક્ષુને રજોહરણનું દાન આપ્યું. આપના હાથની પૂજા કરતાં મારી કૃપણતા.. લોભવૃત્તિનો નાશ થાઓ, અને યથાશક્તિ દાન દેવાના મુજને ભાવ થાઓ.
(૪) ખભા પર પૂજા કરતાં ભાવવું કે..
અનંત જ્ઞાન અને અનંત શક્તિના સ્વામી હે પ્રભુ ! ભુજબળે આપ સ્વયં સંસાર સાગર તર્યા, છતાં આપનામાં માન-અહંકારનો જરાય અંશ પણ દેખાતો નથી. આપે આ ખભેથી અભિમાનને રવાના કર્યું તેમ આ ખભાની પૂજાથી મારા પણ અહંકારનો નાશ થાઓ અને નમ્રતા ગુણનો મારામાં વાસ થાઓ.
(૫) મસ્તકે શિખા પર પૂજા કરતાં ભાવવું કે.. હે પ્રભુ !
આત્મસાધના તથા પરહિતમાં સદાય લયલીન એવા આપે લોકના સૌથી ઉપરના છેડે સિદ્ધશિલા પર કાયમ માટે વાસ કર્યો, આપની કાયાના સૌથી ઉપરના છેડે રહેલા મસ્તકની શિખાના પૂજનથી મને એવું બળ મળો કે હું પણ હર પળે આત્મસાધના તથા પરહિતના ચિંતનમાં લીન રહી જલ્દીથી લોકના અંતે વાસ મેળવી આપના જેવો બની શકું.
(૬) લલાટે પૂજા કરતી વખતે ભાવવું કે.. હે પ્રભુ !
તીર્થંકર નામકર્મના પુણ્યના પ્રભાવે ત્રણે ભુવનમાં આપ પૂજનીય છો. આપ ત્રણ લોકની લક્ષ્મીના તિલક સમાન છો. આપના લલાટની પૂજાના પ્રભાવે મને એવું બળ મળો કે જેથી હું લલાટના લેખ અર્થાત્ કર્મ અનુસાર મળેલા સુખમાં રાગ કે દુ:ખમાં દ્વેષ ન કરૂં, અવિરત આત્મસાધના કરતો આપની જેમ પુણ્યાનુબંધી પુણ્યનો સ્વામી બનું.
દુઃખ આવે શાથી
સડક
પાપથી. પાપ શાને માટે ? સુખ માટે.
૩૧