________________
રત્નત્રયી ઉપાસના
૭. કંઠે. સોળ પ્રહર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુલ;
મધુરધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ. ૮..હદયે. હૃદય કમલ ઉપશમ બળે, બાળ્યા રાગ ને રોષ;
હિમ દહે વનખંડને, હૃદય તિલક સંતોષ ૯..નાભિ. રત્નત્રયી ગુણ ઊજળી, સકલ સુગુણ વિશ્રામ;
નાભિ કમળની પૂજના, કરતાં અવિચલ ધામ. ઉપસંહાર, ઉપદેશક નવતત્વના, તેણે નવ અંગ જિણંદ,
પૂજો બહુવિધ રાગશું, કહે શુભવીર મુણીંદ.
પૂજા કરતાં સમયે ભાવવાની ભાવના (૧) અંગુઠે પૂજા કરતાં ભાવવું કે. હે પ્રભુ
યુગલિકોએ આપશ્રીના ચરણના અંગુઠે અભિષેક કરી વિનય દાખવી આત્મકલ્યાણ કર્યું. તે રીતે સંસાર સાગર તરનારા આપના ચરણના અંગુઠાની પૂજા કરવાથી મારામાં પણ વિનય, નમ્રતા અને
પવિત્રતાનો પ્રવાહ વહો. (૨) જાનુ (ઢીંચણ) પર પૂજા કરતાં ભાવવું કે.. હે પ્રભુ!
આ જાનુના બળે ઉભા રહીને અપ્રમત્તપણે સાધના કરી આપે કેવળજ્ઞાન મેળવ્યું. આ જાનુના બળે દેશવિદેશ વિચરી ઘણા ભવ્ય આત્માઓનું કલ્યાણ કર્યું. આપના જાનુની પૂજા કરતાં મારો પ્રમાદ દુર થાઓ. અને મને અપ્રમત્તપણે આરાધના કરી આત્મ કલ્યાણ
કરવાની શક્તિ મળો. (૩) કાંડા પર પૂજા કરતાં ભાવવું કે. હે પ્રભુ
દીક્ષા લેતાં પહેલાં આપે આ હાથેથી સ્વેચ્છાએ લક્ષ્મી-અલંકારવસ્ત્ર આદિનું ૧ વર્ષ સુધી દાન આપ્યું. કેવળજ્ઞાન બાદ આ
કેટલું જીવ્યા એ મહત્વનું નથી. કેવું જીવ્યા એ મહત્વનું છે.