________________
અષ્ટપ્રકારી પૂજા
筆 શીતળ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ; આત્મ શીતળ કરવા ભણી, પૂજો અરિહા અંગ !
ૐ હ્રી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદનં યજામહે સ્વાહા. (૨૭ ડંકા વગડાવા)
(સુખડથી વિલેપન પૂજા કરવી અને પછી કેસરથી નવે અંગે પૂજા કરવી. નખ કેસરમાં ન બોળાય અને પ્રભુને અડે નહિ તે ધ્યાન રાખવું.)
મારા પ્રભુજીના નવાંગી પૂજાના દુહા
૧..અંગુઠે. જલ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજંત; ઋષભ ચરણ અંગુઠડે, દાયક ભવજલ અંત. ૨..ઢીંચણે. જાનુબળે કાઉસગ્ગ રહ્યા, વિચર્યા દેવ-વિદેશ; ખડા ખડા કેવળ લહ્યું, પૂજો જાનું નરેશ. ૩..કાંડે. લોકાંતિક વચને કરી, વરસ્યા વરસીદાન; કર કાંડે પ્રભુ પૂજના, પૂજો ભવિ બહુમાન. ૪..ખભે. માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંત; ભૂજા બળે ભવજલ તર્યાં, પૂજો ખંધ મહંત. ૫..શિખાએ.સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત; વસીયા તેણે કારણ ભવિ, શિરશિખા પૂત. ૬..કપાળે. તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત; ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત.
do
ધર્મ કરવો અને ધર્મ પામવો એ બેમાં આકાશ પાતાળનું અંતર છે.
૨૯