________________
અષ્ટપ્રકારી પૂજા
પ્રભુ
પૂજાના દુહા વિભાગ
એક
-
પૂજા અનેક...... પૂજાત્રિક
અંગપૂજા ઃ જળપૂજા...ચંદનપૂજા...પુષ્પપૂજા...
પરમાત્માના અંગને સ્પર્શીને જે પૂજા થાય તે અંગપૂજા
કહેવાય. જીવનમાં આવતાં વિઘ્નોનો નાશ કરનારી અને મહાફળને આપનારી આ પૂજાને વિઘ્નોપશામિનિ પૂજા કહેવાય છે.
અગ્રપૂજા : ધુપ-દીપક-અક્ષત-નૈવેદ્ય-ફળપૂજા...
પરમાત્માની સન્મુખ ઉભા રહીને જે પૂજા થાય તે અગ્રપૂજા કહેવાય.
મોક્ષ માર્ગની સાધનામાં સહાયક એવી સામગ્રીનો અભ્યુદય પ્રાપ્ત કરાવતી આ પૂજાને અભ્યુદયકારિણી પૂજા કહેવાય છે.
ભાવપૂજા સ્તુતિ-ચૈત્યવંદન-સ્તવન-ગીત-ગાન-નૃત્ય...
જેમાં કોઈં દ્રવ્યની જરૂર નથી તેથી આત્માને ભાવવિભોર બનાવવાની પૂજાને ભાવપૂજા કહેવાય. મોક્ષપદની પ્રાપ્તિ એટલે કે સંસારથી નિવૃત્તિ અપાવતી આ પૂજાને નિવૃત્તિકારિણી પૂજા કહેવાય છે.
ધુપ..દિપક..અગ્રપૂજા કર્યા બાદ અંગપૂજા કરવી ઊચિત નથી. તેમ છેલ્લે ચૈત્યવંદનની ક્રિયા એટલે કે ભાવપૂજા કર્યા પછી અંગ કે અગ્રપૂજા કરવી ઊચિત નથી.... અંગપૂજા-અગ્રપૂજા કર્યા પછી છેલ્લે ભાવપૂજા થાય તે શાસ્ત્રોક્ત ક્રમ છે તે સાચવવો.
a
BC
શત્રુને વેરથી નહિ પણ પ્રેમથી, સહેલાઈથી જીતી શકાય છે.
૨૫