________________
નિત્ય આરાધના વિધિ
* જે દષ્ટિ પ્રભુ દર્શન કરે, તે દૃષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે, પીએ મુદ્દા વાણી સુધા, તે કર્ણ યુગલને ધન્ય છે, તુજ નામ મન્ત્ર વિશદ ધરે, તે હૃદયને પણ ધન્ય છે. ૬ * હું ક્યાંથી આવ્યો ક્યાં જવાનો, તેની પણ મને ખબર નથી, તો પણ પ્રભુ લંપટ બની, હું ક્ષણિક સુખ છોડું નહીં, સુદેવ સુગુરુ સુધર્મ સ્થાનો, મળ્યા પણ સાધ્યા નહિ, શું થશે પ્રભુ મારું, માનવભવ ચૂક્યો સહી. ૭
-- હોળીનું પ્રાયશ્ચિત ઃ
ગુલાલ ઉડાડવાથી-૧૦ ઉપવાસ,
એક પાણીનો ઘડો નાખવાથી–૧૦ ઉપવાસ, મૂત્ર નાંખે તો ૫૦ ઉપવાસ, એક છાણું નાખે તો ૨૫ ઉપવાસ, વાંજિત્ર નગારા વગાડે તો ૭૦ ઉપવાસ, લાકડા નાંખે તો ૨૦ ઉપવાસ,
હાર નાંખે તો−૧૦૦ વાર બળી મરવું પડે, શ્રીફળ નાંખે તો–૧૦૦૦ વાર બળી મરવું પડે, સોપારી નાંખે તો-૫૦ વાર બળી મરવું પડે, ધૂળ નાંખે તો ૨૫ વાર બળી મરવું પડે, ખાડો ખોદે તો−૧૦૦ વાર બળી મરવું પડે, સળગાવવાથી-૧૦૦૦ વાર ચાંડાલ કુળમાં જન્મે, વ્રત કરે તો ૧૦૦૦ વાર મલેચ્છ કુળમાં જન્મ થાય.
==
સારા વિચાર રાખવા એ આંતરિક સુંદરતાની નિશાની છે.
૨૩