________________
૨૨
૦
રત્નત્રયી ઉપાસના
રત્નત્રયી ઉપાસના
મ
ક
ક જ
કડક
પ્રભુ સન્મુખ બોલવાની
| ગુજરાતી સ્તુતિઓ, * આવ્યો શરણે તમારા, જિનવર કરજો આશ પૂરી અમારી, નાવ્યો ભવ પાર મારો, તુમ વિણ જગમાં સાર લે કોણ મારી, ગાયો જિનરાજ આજે, હરખ અધિકથી, પરમ આનંદકારી, પાયો તુમ દર્શનાએ ભવ ભય ભ્રમણા, નાથ સર્વે અમારી. ૧ * દેખી મૂર્તિ શ્રી પાર્શ્વજિનની, નેત્ર મારાં ઠરે છે,
ને આ હૈયું ફરી ફરી પ્રભુ, ધ્યાન તારું ધરે છે ! આત્મા મારો પ્રભુ તુજ કને, આવવા ઉલ્લસે છે,
આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે ! ર * છે પ્રતિમા મનોહારિણી દુઃખહરી, શ્રી વીર નિણંદની,
ભકતોને છે સર્વદા સુખકરી, જાણે ખીલી ચાંદની, આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને, જે માણસો ગાય છે, પામી સઘળાં સુખ તે જગતનાં, મુક્તિ ભણી જાય છે. ૩ * અંતરના એક કોડિયામાં દીપ બળે છે ઝાંખો,
જીવનના જ્યોતિર્ધર, એને નિશદિન જલતો રાખો, ઊંચે ઊંચે ઊડવા કાજે, પ્રાણ ચાહે છે પાંખો,
તમને ઓળખવા નાથ નિરંજન, એવી આપો આંખો ! ૪ * દયા સિંધુ દયા સિંધુ, દયા કરજે દયા કરજે,
મને આ જંજીરોમાંથી હવે જલદી છૂટો કરજે, નથી આ તાપ સહેવાતો ભભૂકી કર્મની જ્વાળા, વરસાવી પ્રેમની ધારા હૃદયની આગ બુઝવજે. ૫
દાનવીર બનવા માટે અનિતિ કરી ધન મેળવવું તે પુણ્ય નહિ પણ પાપ છે.