________________
૧૬
રત્નત્રયી ઉપાસના
Co
નિત્ય આરાધના વિધિ
(રાત્રે સૂતી વખતે)
સાત નવકાર ગણીને નીચે પ્રમાણે પ્રાર્થના કરવી
શ્રી અરિહંત પરમાત્માનું શરણ હો । શ્રી સિદ્ધ પરમાત્માનું શરણ હો । શ્રી સાધુ ભગવંતોનું શરણ હો । શ્રી કેવલી-પ્રરૂપિત ધર્મનું શરણ હો ।
એગો મે સાસઓ અપ્પા નાણદંસણ સંજુઓ સેસા મે હિરાભાવા સવ્વ સંજોગ લખ્ખણા ॥૧॥
એક મારો આત્મા શાશ્વત છે । જ્ઞાન દર્શન મારા ગુણો છે, તે સિવાય બધા પૌદ્ગલિક સંજોગો, સંબંધો, ધન, સ્ત્રી, કુટુંબ વિગેરે આત્માથી જુદા છે, સાથે આવ્યા નથી, આવશે નહીં, સાથે કેવલ એક શ્રી જિનેશ્વર દેવનો ધર્મ જ આવશે.
આહાર-શરીરને ઉપધિ પચ્ચક્ખું પાપ અઢાર મરણ આવે તો વોસિરે જીવું તો આગાર ॥૨॥
આજ દિવસ સુધી મારા જીવે જે કાંઈ પુદ્ગલો ગ્રહણ કરીને મૂક્યા હોય તેને ત્રિવિધે ત્રિવિધ વોસિરાવું છું, વોસિરાવું છું, વોસિરાવું છું ! હે જગદ્વત્સલ ! ભવચક્રમાં આજ દિન પર્યંત મારા જીવે આપશ્રીની આજ્ઞા અનુસાર જે કાંઈ આરાધન કર્યું હોય, કરાવ્યું હોય, કરતાનું અનુમોદન કર્યું હોય તેનું હું ત્રિવિધે ત્રિવિધે અનુમોદન કરું છું, અનુમોદન કરું છું, અનુમોદન કરું છું.
આપશ્રીની આજ્ઞાનુસાર જ્યાં-જ્યાં આરાધન થઈ હોય, થતું હોય, થવાની હોય તેનું હું ત્રિવિધે ત્રિવિધે અનુમોદન કરું છું, અનુમોદન કરું છું, અનુમોદન કરું છું.
BC
જિનવાણીથી જ સાચો ધર્મ સમજાય છે.