________________
૧૪
રત્નત્રયી ઉપાસના
કરતાં શાંતિથી ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરો.
દેરાસર આવતા કે ત્યાં પૂજા કરતા નવસિખાઉ સાધર્મિક ભાઈઓને પ્રેમથી વિધિનું જ્ઞાન કરાવો. પરંતુ ધિક્કાર અને તિસ્કાર કદાપિ ન કરો. દેરાસર આવતા દરેક સાધર્મિક બે-ચાર જન્મોમાં કદાચ તીર્થંકર બની જાય તો ?
માટે દરેકની સાથે માનથી વાત્સલ્યપૂર્ણ વ્યવહાર રાખો. નિયમનો લાભ અપાર છે માટે દરરોજ દેરાસર જવાનો નિયમ લ્યો. (જતા હો તોપણ) બીજા પણ નિયમ લ્યો.
ઘરે દેરાસર અને પ્રભુ પ્રતિમા અવશ્ય પધરાવો.
પ્રભુ દર્શન-પૂજન વખતે ‘પ્રભો ! પાપી છું મારો ઉદ્ધાર કરો'ની વિનમ્ર ભાવના રાખો. દેરાસરથી પાછા ઘરે જતાં ‘ફરીથી જલ્દી આવીશ’ એવી લાગણી અનુભવો.
પૂજાથી શાંતિ અને પરમશાંતિ મળે છે (ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું.) ભગવાન આ વિશ્વની અચિંત્ય શક્તિ છે. સર્વોચ્ચ સત્તા છે, એમ સતત અનુભવ કરો.
પૂજારી પાસે અંગત કોઈ પણ કામ ન કરાવો. ઘર સાફ કરીએ તો કર્મ બંધાય, દેરાસર સાફ કરીએ તો કર્મ ધોવાય.
કદાચ કો’ક કારણસર પૂજા ન થાય તો છેવટે દેરાસરમાં સાવરણી લઈ સ્વચ્છતા કરવી, એ પણ લાભ છે. પ્રભુભક્તિનો પ્રકાર છે.
લક્ષ્ય
અવિધિને છોડી વિધિને અપનાવો અને પ્રેમથી વિધિની વાતો બીજાને સમજાવો. અંતે ચારિત્ર માર્ગની ઉત્તમોત્તમ સાધના કરી મોક્ષને પ્રાપ્ત કરો એ જ શુભેચ્છા.
2d -
તપનું અજીર્ણ ક્રોધ છે.