________________
નિત્ય આરાઘના વિધિ
* ફૂલ અખંડ ચઢાવવું, પાંખડીઓ તોડી-તોડીને ન ચઢાવાય. * પછી ધૂપ-દીપ-ચામર-દર્પણ-અક્ષત-નૈવેદ્ય-ફળાદિ અષ્ટપ્રકારી
પૂજા કરવી. * નિસાહિ બોલીને ચૈત્યવંદન કરવું, ચૈત્યવંદન વખતે કોઈ પાટલો
લઈ લે કે સાથિયો ભૂંસી કાઢે તો વાંધો નહીં. છેલ્લે ઘંટનાદ અને શંખનાદ કરી ભગવાનને પૂંઠ ન થાય તેમ બહાર નીકળવું.
પ્રશ્ન : પૂજા કરનારની સામે ઊભા થતા વિવિધ પ્રશ્નોના | સમાધાનો શું? જાણવા છે ?
સિદ્ધચક્રજીની પૂજા કર્યા પછી એ જ કેસરથી અરિહંત ભગવાનની પૂજા કરવામાં દોષ નથી.
પૂજારીને નોકર નહિ, પ્રભુના ભક્ત તરીકે સાચવો.
પ્રભુદર્શન અને પૂજન ભવરોગને મટાડી મોક્ષ સુખ આપે છે. માટે “પ્રભો ! મને મોક્ષ આપ’ એવી સુંદર ભાવના ભાવો. અષ્ટમંગલ આલેખવાના છે, એની પૂજા નથી. માટે છેલ્લે ચાર આંગળા વાટકીમાં બોળી એક-એક મંગલ પર હું આલેખું છું એવા ભાવથી ફેરવો.
ફણા ભગવાનનું અંગ જ છે માટે નવાંગી પૂજામાં આવી જાય.
નવાંગી સિવાય કેસરના ટપકાં ન કરો. ભગવાનનું રૂપ વધે તેમ આંગી કરો.
પંચ ધાતુના પ્રતિમાજને એક હાથથી ન પકડો, બન્ને હાથમાં બહુર્માનથી લ્યો.
પ્રભુ પક્ષાલને માથે ચઢાવો અને આંખે લગાડો, બાકી આખા શરીરે માલિશ ન કરો.
ગભારામાં કોઈ પૂજા કરતું હોય તો એને ઉતાવળ ન કરાવો. ઘણા ભગવાનની અવ્યવસ્થિત અને જલદી જલદી પૂજા કરવા
ક્રિયાનું અજીર્ણ પારકી નિંદા છે.