________________
૧૨
રત્નત્રયી ઉપાસના
Eા કરાવવાની રીત
૪૨. પૂજાનાં વસ્ત્રો દરરોજ અને તે શક્ય ન હોય તો જેમ બને તેમ
વહેલાં ધોતાં રહેવું જોઈએ, જેથી તે સ્વચ્છ અને પવિત્ર રહે. ૪૩. જુનાં કે ફાટેલાં ધાર્મિક પુસ્તકો... ફોટાઓ દેરાસરમાં જ્યાં ત્યાં
મુકી જવા તે ઊચિત નથી. ૪૪. પ્રભુની પૂજા એ પ્રભુ માટે નથી, પણ અનાદિ કાળથી
વિસરાયેલા આપણા આત્મસ્વરૂપની પ્રતીતિ, અનુભૂતિ અને
પ્રાપ્તિ માટે છે. ૪૫. પ્રભુ માત્ર દર્શનીય નથી, પ્રભુ તો પૂજનીય પણ છે. પૂજનીય
પ્રભુના માત્ર દર્શન કરી સંતોષ માનવો એ પણ એક જાતની ઉપેક્ષા કહેવાય. માટે જ જે ભાગ્યશાળીઓ માત્ર દર્શન કરી સંતોષ માને છે, તેમણે વહેલામાં વહેલી તકે પ્રભુ પૂજાની શરૂઆત કરી દેવી જ જોઈએ.
પ્રશ્ન : અષ્ટપ્રકારી પૂજાની વિધિ-અવિધિ શું છે જાણો છો?
પૂજા વિધિ * ગાયના શુદ્ધ દૂધથી બન્ને હાથથી કળશને પકડી ભાવથી મૌનપણે
મેરૂશિખર મનમાં બોલતાં, અભિષેક કરવો. અભિષેક મસ્તકથી કરવો, પછી પાણીથી અભિષેક કરી ત્રણ અંગલૂછણાં કરવા. પાણી રહે નહિ તેમ ધીમી ધીમે ભગવાનને કોરા કરવા. બનતી કોશિશ
વાળાકુંચીનો ઉપયોગ ન કરવો. * ચંદનથી વિલેપન કરવું. પછી નવાંગીપૂજા કરવી, લંછન-પરિકરમાં રહેલ હાથી-ઘોડા-વાઘાદિની પૂજા ન કરાય. પ્રભુના હાથમાં પૂજા ન કરાય, પહેલા મૂળનાયક, પછી બીજા ભગવાન, ગુરુ, દેવ-દેવી આ ક્રમથી પૂજા કરવી.
જ્ઞાનનું અજીર્ણ અહમ્ છે.