________________
નિત્ય આરાધના વિધિ
૧૧
જ છે. તે કાય જાતે કરવાથી અશુભ કર્મોનો નાશ થાય છે અને ઉત્તમ ગુણોની પ્રાપ્તિ થાય છે. માટે આવાં ઉત્તમ પ્રભુ સેવાનાં
કાર્યો કરવામાં સંકોચ રાખવો નહીં. ૩૮. પરમાત્માનું ન્હવણ જલ પવિત્ર હોવાથી લેતી વખતે તેનાં ટીપાં
જમીન પર ન પડે તેની ખાસ કાળજી રાખવી. ન્હવણના વાટકામાં પાંચેય આંગળી ન બોળતાં એક કે બે આંગળીથી ન્હવણ જલ માત્ર એક જ વખત લેવું. ન્હવણ જલ નાભિથી ઉપરના ભાગ પર લગાડવું.
બહેનો માટે વિશેષ સૂચના... ૩૯. પ્રભુદર્શન અને પૂજન કરતાં સમયે બહેનોએ અવશ્ય માથું ઢાંકવું
જ જોઈએ. વસ્ત્રો પણ આપણી સંસ્કૃતિને છાજે તેવાં જ પહેરવા જોઈએ. મર્યાદાવાળાં વસ્ત્રોમાં પ્રભુ પ્રત્યે પૂજ્યભાવ અને વિનયભાવ પ્રગટે છે. અંગોપાંગ દેખાય તેવાં પારદર્શી વસ્ત્રો કે બીજાને અશુભભાવ ઉત્પન્ન થાય તેવા ભડક કલરના કે ટાઈટ વસ્ત્રો પહેરીને દેરાસર આવવું ઉચિત નથી.
પૂજા તથા ભાવનામાં. - ૪૦. પૂજા તથા ભાવનામાં પુરુષોની હાજરીમાં બહેનોએ ગાવું નહીં કે
દાંડિયા લેવા જોઈએ નહીં. પૂજા તથા ભાવનામાં ભાઈઓ-બહેનોએ સામ સામે મુખ રાખી બેસવું જોઈએ નહીં. તે કરતાં પ્રભુની સન્મુખ મુખ રાખી ભાઈઓએ આગળ અને બહેનોએ પાછળ બેસવું વધારે ઉચિત
જણાય છે. ૪૧. પૂજાનાં વસ્ત્રો શરીર પરથી ઉતાર્યા પછી ગમે ત્યાં ગમે તે વસ્ત્રોની
સાથે મુકવાથી તથા બીજા વસ્ત્રો સાથે ધોવાથી અપવિત્ર બની જાય છે. માટે અલગ રાખવા તથા અલગ ધોવા જોઈએ.
પાપનો ભય પેદા થયા વિના નિયમો લેવાની ઈચ્છા જ થતી નથી.