________________
0
રત્નત્રયી ઉપાસના
સાથિયો કરવાની વિધિ.. ૩૧(A)અક્ષત પૂજામાં ચોખા લીધા બાદ પહેલાં સિદ્ધશિલાની ઢગલી....
પછી દર્શન-જ્ઞાન-ચારિત્રની ઢગલી અને છેલ્લે સાથિયાની ઢગલી
કરવી. આલેખન કરવામાં પહેલાં સાથિયો અને છેલ્લે સિદ્ધશિલા કરવી. ૩ર. નૈવેદ્ય પૂજામાં પીપરમેંટ, ચોકલેટ, બજારની મીઠાઈ કે અભણ્ય
વસ્તુ મૂકવી ઉચિત નથી. ૩૩. અક્ષત નૈવેદ્ય કે ફળપૂજામાં એકવાર ચઢાવેલ અક્ષત, સાકર, બદામ
કે નારિયેળ વિ. વસ્તુ બીજીવાર પૂજાની ઉપયોગમાં કે ખાવાના
ઉપયોગમાં લેવાય નહીં. ૩૪. સાથિયો કરવાની ક્રિયા અને ચૈત્યવંદન સાથે કરાય નહીં. બે ક્રિયા ભેગી કરવાથી ડહોળાઈ જાય અને ક્રિયાનું હાર્દ જળવાય નહીં.
ચૈત્યવંદન કરતાં સમયે... ૩૫. ચૈત્યવંદન કરતાં પહેલાં ત્રીજી નિસીહિ દ્વારા તમામ દ્રવ્યપૂજાનો
ત્યાગ કરવાનો છે. માટે ચૈત્યવંદન કરતાં સમયે કોઈ આપણો - પાટલો લઈ લે કે સાથિયો ભૂંસી કાઢે તો તેમને રોકવા નહીં. ચૈત્યવંદન પૂર્ણ થાય ત્યાં સુધી પાટલો આપણી સામે કે સાથે
જ રહે તે જરૂરી નથી. ૩૬. ચૈત્યવંદન કરતાં સમયે પચ્ચખાણ લેવું નહીં, તેમ ગુરુભગવંત
સ્તુતિ કે ચૈત્યવંદન વિધિ કરતાં હોય ત્યારે તેમની ભક્તિમાં ખલેલ પાડી પચ્ચકખાણ માંગવું નહીં.
- શું આપ જાણો છો..? ૩૭. પ્રભુજીના અંગ પરથી કેસર ઉતારવું.. અંગલુંછણાથી શુદ્ધિ કરવી..
દેરાસરમાં કાજે લેવો... થાળી-વાટકી સાફ કરવા... પાટલા વિ. ઉપકરણો વ્યવસ્થિત મૂક્યા.. વિગેરે કાર્યો પણ પ્રભુજીની ભક્તિરૂપ
જગત સાથે વાત કરાવે તે મિથ્યાત્વ, જાત સાથે વાત કરાવે તે સમ્યફત્વ.