________________
નિત્ય આરાધના વિધિ
પુષ્પો વીંધાય નહીં અને પુષ્પો વીંધીને માળા પણ બનાવાય નહીં. પુષ્પોને ક્યારેય પાણીથી ધોવા જોઈએ નહીં. કારણકે ધોવાથી પુષ્પોમાં
રહેલા સૂક્ષ્મ જીવોની વિરાધના થાય છે. ર૬. પ્રભુજીનું મુખ કે અંગ ઢંકાઈ ન જાય કે બીજાને પૂજા કરવામાં તકલીફ ન પડે તેવી રીતે વિવેકથી પુષ્પ ચડાવવા જોઈએ.
| દેવ-દેવીઓની ભક્તિ કરતાં .... ર૭. દેવ-દેવીઓ આપણા સાધર્મિકો છે. માટે તેમને અંગુઠાથી
બહુમાનપૂર્વક કપાળે એક તિલક જ કરવાનું હોય છે. તેમના દરેક અંગે કે ફણામાં પૂજા કરવાની વિધિ નથી. તેમને બે હાથ જોડી પ્રણામ કરવાના છે. તેમને ખમાસમણ દેવાય નહીં કે ચોખાનો સાથિયો કરવાની જરૂર નથી. ભગવાન કરતાં દેવ-દેવીની વધારે પૂજા-ભક્તિ કરવી તે ઉચિત ન કહેવાય. પરમાત્માની આશાતના કહેવાય. શાસનરક્ષાદિના
વિશેષ પ્રસંગે ગીતાર્થ ગુરૂભગવંતના માર્ગદર્શનાનુસાર કરાય. ૨૮. અષ્ટમંગલની પાટલી માંગલિકરૂપે પ્રભુ સન્મુખ રખાય છે. તેને
સ્વસ્તિકની જેમ આલેખવાના છે. તેની કેસરથી પૂજા કરવાની કોઈ વિધિ નથી. એટલે કેસરથી તે-તે આકૃતિ આલેખી રહ્યા છો તેવા
ભાવથી કેસરની પુરવણી કરાય. ૨૯. પૂજા કર્યા પછી ગભારાની બહાર નીકળતાં અને જિનાલયમાં દરેક
જગ્યાએ પ્રભુજીને પુંઠ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું. ૩૦. પૂજા કર્યા પછી થાળી-વાટકી ધોઈને તેના સ્થાને જ રાખવી જોઈએ
ગમે ત્યાં મૂકી દેવાય નહીં. ૩૧. પૂજાના વસ્ત્રોથી થાળી-વાટકી સાફ કરવા નહીં, શરીરનો પસીનો
કે હાથ લુંછવા તે આશાતના કહેવાય.
કાકા કાકી:
યમરાજ
કાર
પાપ શબ્દ સાંભળતાં જ સમ્યગ્દષ્ટિ ધ્રુજી ઉઠે.