________________
८
રત્નત્રયી ઉપાસના
સિધ્ધચક્રજીના ગટ્ટાની પૂજા કર્યા પછી તે જ કેસરથી બીજા ભગવાનની પૂજા કર્યાં પછી મૂળનાયક ભગવાનની પૂજા કરવામાં કોઈ બાધ નથી.
૧૮. પૂજા કરતાં પ્રભુજીને નખ ન અડે અને નખને કેસર ન અડે તથા પૂજા પૂર્ણ કર્યા બાદ કેસર નખમાં ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું, કેમકે કેસર નખમાં રહી જાય અને ભોજન કરતાં કેસર પીગળીને પેટમાં જાય તો દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગે.
૧૯. ભગવાનના જમણા અંગુઠે સગાં-સંબંધીઓના નામની વારંવાર પૂજા કરવાની કોઈ વિધિ નથી. તેના બદલે સકળ સંઘવતી માત્ર એક તિલક કરી શકાય.
૨૦. નવ અંગ સિવાય પ્રભુજીની હથેળીમાં, લંછનમાં કે પરિકરમાં રહેલ હાથી-ઘોડા-વાઘની પૂજા કરવાની વિધિ નથી.
ર૧. પ્રભુજીના ખોળામાં માથું મુકાય કે અડાડાય નહીં. પૂજા કરવાની આંગળી.. હથેળી સિવાયનું કોઈપણ અંગ કે પૂજાનાં કપડાંનો પ્રભુજીને સ્પર્શ થવો ઉચિત નથી. આંગી વખતે કરી શકાય.
૨૨. પાર્શ્વનાથ ભગવાનની ફણા નવઅંગમાં ગણાતી નથી. એથી ફણાની પૂજા કરવાની આવશ્યકતા નથી તેમ છતાં પૂજા કરવાની ભાવના હોય તો અનામિકા આંગળીથી કરવામાં કોઈ બાધ નથી. ર૩. પ્રભુજીના આંખ, નાક, મુખ કે શરીર પર કેસરના છાંટા પડ્યાં હોય તો તેને અંગલુંછણાથી સ્વચ્છ કરવાનો ખાસ ઉપયોગ રાખવો. ૨૪. પંચધાતુના પ્રભુજીને સુંદર અંગરચના થઈ ગઈ હોય તો તે પછી તેને નવાંગી પૂજા કરવાનો આગ્રહ રાખવો ઉચિત નથી. ૨૫. પ્રભુજીની પૂજામાં સારા, સુગંધવાળા, તાજા જમીન પર નહીં પડેલાં, અખંડ પુષ્પો જ ચઢાવવાં, પુષ્પની પાંદડીઓ છૂટી કરાય નહીં કે
==
ધર્મના મર્મને સમજનાર આત્માજ સુખમય સંસારને ભૂંડો માને.