________________
નિત્ય આરાધના વિધિ
બહાર નીકળી જવું, કાર્ય પૂર્ણ થયા બાદ હાથ વિ. અશુદ્ધ થયા હોય તો ધોઈને શુદ્ધ કરી લેવા.
પૂજામાં.. ભાવોની વૃદ્ધિ કઈ રીતે થઈ શકે. ૧૪. અષ્ટપ્રકારી પૂજા અને નવાંગી પૂજા કરતાં પહેલાં તેના ભાવાર્થનું
લખાણ શાંતિથી વાંચીને વિચારવું અને કરતી વખતે ભાવપૂર્ણ કરવું. બધા ભગવાનની ટાઈપિસ્ટની જેમ જલદી જલદી પૂજા કરવા કરતાં અર્થ સમજીને વિધિ અને ભક્તિ જળવાઈ રહે તે રીતે શક્ય એટલા ભગવાનની શાંતિથી પૂજા કરવી તે આપણા ભાવોની વૃદ્ધિ માટે લાભદાયી બની શકે છે તેમાં મન સધાવાથી સઘળું સધાય છે. પ્રભુજીને ચંદન પૂજા, લોકપ્રિય રાજાને વિજય તિલક કરીએ તેના
કરતાં અધિક ધીરજથી... પ્રેમથી... ઉલ્લાસપૂર્વક ભાવના ભાવતાં . ભાવતાં કરવી જોઈએ. ૧૫. દૂધના પ્રક્ષાલની ધારા પ્રભુજીના મસ્તકશિખાએથી કરવાની છે,
નવાંગી પૂજાની જેમ ૧-૧ અંગ પર કરવાની વિધિ નથી. ૧૬. પ્રભુજીના અંગલુંછણા સુંવાળા- સ્વચ્છ હોવા જોઈએ. જંગલુંછણા
પવિત્ર રાખવા, આપણાં શરીરને કે વસ્ત્રને અડી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું, અંગલુંછણા થાળીમાં જ રાખવા, આપણા ખોળામાં, જમીન પર કે ગમે ત્યાં રખાય નહીં. દેવ-દેવીઓ માટે ઉપયોગ કરેલા અંગલુંછણા પ્રભુજીના અંગે વપરાય નહીં.
પૂજા ક્યા ક્રમથી કરશો... ૧૭. ૧) પહેલા મૂળનાયક પછી ૨) બીજા ભગવાન તથા
સિદ્ધચક્રજીનો ગઠ્ઠો પછી ૩) ગુરુમૂર્તિ અને છેલ્લે દેવ-દેવીઓને કપાળે જમણા અંગુઠાથી બહુમાન સ્વરૂપે એક જ તિલક કરવું.
બાહ્ય શત્રુ કરતાં આંતરિક શત્રુ વધુ ખતરનાક હોય છે.