________________
રત્નત્રયી ઉપાસના
કાઢીને જ જિનાલયમાં પ્રવેશ કરવો. કેમ કે આ બધી વસ્તુ જિનાલયમાં લઈ જવી ઉચિત પણ નથી અને લઈ ગયા પછી
વાપરવામાં પ્રભુજીના વિનયનો ભંગ થાય છે. ૫. એઠું મોં સાફ કર્યા પછી જ દેરાસરમાં પ્રવેશ કરવો જોઈએ. ૬. તિલક કરતી વખતે દર્પણમાં વાળ ઓળવા કે કપડાં ઠીકઠાક કરવા
જોઈએ નહીં. પ્રભુજીની નજર પડતી હોય તેવા સ્થાને તિલક કરી
શકાય નહીં તથા મુગટ કે હાર પહેરી શકાય નહીં. ૭. દર્શન – પૂજા કરતાં પાછળનાઓને અને સ્તુતિ-ચૈત્યવંદન બોલતાં સમયે બીજાઓને અંતરાય ન થાય તેની ખાસ કાળજી રાખવી.
ગભારામાં પ્રવેશ કરતાં પહેલાં. ૮. અષ્ટપડવાળો મુખકોશ બાંધ્યા વિના ગભારામાં પ્રવેશ કરી શકાય
નહીં. ગભારામાં દૂહાઓ મોટેથી બોલાય નહીં. મનમાં બોલવા
જોઈએ. ૯. પૂજા કરતી વખતે ભાઈઓએ ખેસ વડે જ આઠ પડવાળો મુખકોશ
બાંધવો જોઈએ, રૂમાલ વાપરવો ઉચિત નથી. ૧૦. પૂજા કરવાનો હાથ પાણીથી ધોઈ, ધુપથી ધુપી, પવિત્ર કર્યા બાદ
ગભારાના ઉબરે, શરીર કે કપડે ન અડાડતાં સીધી પૂજા કરવા
ઉપયોગમાં લેવાનો આગ્રહ રાખવો. ૧૧. પૂજા કરતાં સમયે ઘડિયાળ પહેરવી ઉચિત નથી, હાથની આંગળીઓમાં
વીંટી તથા શરીરે ઘરેણાં યથા શક્તિ અવશ્ય પહેરવાં જોઈએ. ૧૨. પંચધાતુના પ્રભુજીને એક હાથથી ન પકડતાં બન્ને હાથથી
બહુમાનપૂર્વક થાળીમાં લેવા જોઈએ. ૧૩. પૂજા કરતાં શરીર-માથું વિ. ખંજવાળવું નહીં, છીંક, બગાસું,
ઓડકાર વાછુટ વિ. કરવી નહીં, તેવી શક્યતા લાગે તો ગભારાની
દુખ ટાળવાનો ઉપાય ભગવાનને પ્રાર્થના છે.