________________
નિત્ય આરાધના વિધિ
“હું રાગ-દ્વેષ ઉપર પગ મૂકીને અંદર જાઉ છું, માટે ગમે તેવા સંયોગો આવે તો પણ દેરાસરમાં રાગ-દ્વેષ નહિ કરું એવી ઉત્તમ ભાવના ભાવવી. (એ બેની વચ્ચે જે ગોળાકાર છે ત્યાં હાથથી સ્પર્શ કરી માથે ચડાવી શકાય.) અહંકારથી શૂન્ય બની સંપૂર્ણ સમર્પણનો ભાવ કરવો.
પ્રભુ દર્શન થતાંની સાથે જ પુરુષોએ લલાટે અને બહેનોએ મુખ આગળ અંજલીબદ્ધ પ્રણામ કરી “નમો જિણાણું બોલવું.
છેલ્લે પ્રભુ દર્શન તથા પૂજનથી થયેલા હર્ષને વ્યક્ત કરવા બીજા કોઈને અંતરાય ન થાય તેમ હળવેથી ‘ઘંટ વગાડવો. પ્રભુજીને પુંઠ' ન પડે તે રીતે જિનાલયની બહાર નીકળવું. હવણ જળ લેવું. એટલે બેસી આંખો બંધ કરી ત્રણ નવકારનું સ્મરણ કરી હૃદયમાં ભક્તિભાવોને સ્થિર કરવા. પૂ. સાધુ-સાધ્વીજી ભ. ઉપાશ્રયમાં બિરાજમાન હોય તો
ત્યાં જઈને ગુરુવંદન કરી તેમના “શ્રીમુખે” ફરી પચ્ચખાણ ગ્રહણ કરવું. આજે થયેલા સુકૃતના આનંદ સાથે અને પ્રભુ વિરહના દુઃખ સાથે ગૃહ તરફ પ્રયાણ કરવું.
જિનાલયમાં ધ્યાનમાં રાખવાલાયક સૂચનો. (૪૫) ૧. પ્રભુદર્શન કે પૂજા કરવા દેરાસર ક્યારેય ખાલી હાથે જવું નહીં. ધુપ..
અક્ષત. પૂજાનાં ઉપકરણો તથા ભંડારમાં પુરવા પૈસા વિ. અવશ્ય
સાથે લઈને જવું જોઈએ. ૨. દેરાસર પૂજા-દર્શન કરવા આવતાં જતાં ત્યાં બેઠેલા ગરીબોને રોજ
યથાશક્તિ દાન આપવું ૩. દેરાસરના કંપાઉન્ડમાં પ્રવેશ કર્યા પછી સંબંધી કે ઓળખીતાઓ
સાથે પરસ્પરના સમાચાર પૂછવા નહિ... ધંધા કે સંસાર સંબંધી
કોઈપણ વાતચીત કરવી જોઈએ નહીં. ૪. પાનપરાગ, ગુટખા, બીડી-દવા, ખાવા-પીવાની વસ્તુ કે તેલ
છીંકણી... સુંઘવાની-લગાડવાની કોઈપણ વસ્તુ ખીસ્સામાંથી
અનિતિનો પૈસો ઘરમાં આવશે તો બધું જ ધન ખેંચીને લઈ જશે.