________________
૪
રત્નત્રયી ઉપાસના
Co
ખિસ્સામાં ન રખાય. (દવાની ટીકડી પણ નહિ) મોઢું એઠું હોય તો પાણીથી સાફ કર્યા પછી જ પ્રવેશ કરવો.
ઉર્ધ્વગતિ પમાડનારી પરમાત્માની ‘આજ્ઞા’ મસ્તકે (આજ્ઞાચક્ર ઉપર) ચઢાવું છું. તેવા ભાવ સાથે ભાઈઓએ દીપકની શિખા કે બદામ આકારનું (i) અને બહેનોએ સમર્પણ ભાવના પ્રતીક સમાન સૌભાગ્ય સૂચક ગોળ (૦) ‘તિલક’ કરવું કે જેથી સંસારની મમતાથી શૂન્ય બની જ્ઞાનાનંદની સંપૂર્ણતા પમાય.
ધૂપ સ્વદ્રવ્યથી લાવેલું હોય તો શ્રેષ્ઠ. જો ત્યાંનું જ લેવું હોય તો વિવેક રાખવો. પહેલાંથી ધૂપદાનીમાં ધૂપ ચાલું જ હોય તો એનાથી ધૂપ કરવો. ન હોય તો એક (બે-ત્રણ નહિ) ધૂપની સળી લઈ ધૂપ કરવો. (ચરબીવાળી કે લાકડીવાળી અગરબત્તી ન વાપરવી.)
ધૂપ અને દીપપૂજા ગભારા બહાર રહીને કરવી... ભગવાનની એકદમ નજીક કે નાકની પાસે ધૂપદાનીને લઈ જવી અવિધિ છે.
ધૂપ-દીપ કે આરતી નાકથી ઉપર અને નાભિથી નીચે ન લઈ જવી. ધૂપ ભગવાનની ડાબી બાજુ (આપણી જમણી) રાખો અને દીપક ભગવાનની જમણી બાજુ (આપણી ડાબી બાજુ) મૂકવો.
સંસાર નૃત્ય મુક્ત થવા માટે ચામર વીંઝતાં નૃત્યપૂજા કરવી. પછી દર્પણમાં પ્રભુનું મુખ જોઈ પંખો નાંખવો. જેથી મિથ્યાત્વ દુર્ગંધ દૂર થઈ પરમાત્મારૂપ આત્મસ્વરૂપના દર્શન થાય છે.
‘‘નિસીહિ’”નો અર્થ શું ? અને ક્યા ભાવથી આ બોલવું તે યાદ રાખશો ?
નિસીહિ એટલે સંસારના તમામ પાપ-વિચારો-વ્યાપારોનો ત્યાગ
કરું છું.
પહેલાં મુખ્ય દ્વારે નિસીહિ બોલી ને પ્રવેશ કરવો. દ્વારના ઉબરામાં બે વાઘ જેવા જલગ્રાહના મોઢા છે. એ બન્ને ને રાગ-દ્વેષના પ્રતીક માની
L
દુશશ્ન અને પાદ જે તેનું જીવન વિજયી બને છે.