________________
રત્નત્રયી ઉપાસના
-
સર્વથા સહુ સુખી થાઓ, પાપ ન કોઈ આચરો, રાગ-દ્વેષથી મુક્ત થઈને, મોક્ષ સુખ સહુ જગ વરો.
સવારે ઊઠવાની વિધિ
સવારે ઊઠવાની મંગલકારી વિધિ શું છે તમને ખબર છે?
સૂતાં સાત ઊઠતાં આઠ સવારે ઊઠતી વખતે આંખો બંધ કરી અંજલિબદ્ધ પ્રણામ (બન્ને હાથના અંગૂઠા સામ-સામા રાખી જમણા હાથની આંગળીઓ ઉપર આવે તેમ બન્ને હાથની આંગળીઓ ભેગી : કરવી) સાથે આઠ કર્મને દૂર કરવા આઠ નવકાર ગણવા.
અંજલિને ખોલી સિદ્ધશિલા અને એની ઉપર બિરાજમાન ૨૪ તીર્થંકર પરમાત્માના દર્શન કરવા. પુરુષોએ પહેલાં જમણો હાથ અને બહેનોએ ડાબો હાથ જોવો. ચોવીશે વેઢામાં ક્રમસર તે-તે તીર્થ અને તીર્થંકર પરમાત્માના આનંદભેર દર્શન કરી પાવન થવું. એક-એક નવકારપણ ગણી શકાય.
સ્વર-શ્વાસ જોઈ જે સ્વર ચાલતો હોય એ પગ પથારીથી નીચે મૂકવો. ત્યારબાદ નીચે મુજબ વર્તમાન ભાવતીર્થકર સ્વરૂપ શ્રી સીમંધરસ્વામીજી પાસે પ્રાર્થના કરી શકાય (અહિં પૂર્વના પાનાની
વિધિ લેવી)
રાત્રિના ખરાબ સ્વપ્નના દોષ કે પાપને નિવારવાની પણ વિધિ
છે એ તમને ખબર છે ? સામાયિક-પ્રતિક્રમણ કરવાં. છેવટે ન થાય તો કમ-સે-કમ રાત્રે આવેલ ખરાબ સ્વપ્નાદિ દોષોના નિવારણ માટે કુસુમિણ-દુસુમિણ ઓહડાવણાર્થ રાઈ પાયચ્છિત્ત વિસોહણë કાઉસ્સગ્ન કરું ? ઈચ્છે. કુસુમિણ કરેમિ કાઉસગ્ગ અન્નત્થ.
ધર્મના મર્મને સમજનાર આત્માજ સુખમય સંસારને ભૂંડો માને.