________________
નિત્ય આરાધના વિધિ
નિત્ય આરાધના વિધિ
ઈશાન ખુણા સન્મુખ શ્રી સીમંધર સ્વામી પ્રભુને ત્રણ ખમાસણા દઈ પ્રાર્થના કરવી, ‘‘હે પરમતારક દેવાધિદેવ પ્રભો ! અનાદિકાલથી આજ સુધી અનંતા ભવોમાં મારા જીવે જે કાંઈ હિંસા-જૂઠ-ચોરી-મૈથુનપરિગ્રહ-ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ-કલહ-અભ્યાખાન-મૈશુન્યપરપરિવાદ-રતિ-અતિ-માયામૃષાવાદ અને મિથ્યાત્વ શલ્ય એ અઢાર પાપસ્થાનકો સેવન કર્યાં હોય, સેવન કરાવ્યાં હોય, કરતાં ને અનુમોદ્યા હોય. અનેરું જે કાંઈ વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ આચરણ કર્યુંકરાવ્યું-અનુમોદ્યું હોય તેના માટે હું ત્રિવિધે મિચ્છામિ દુક્કડં દઉં છું, મિચ્છામિ દુક્કડં દઉં છું, મિચ્છામિ દુક્કડં દઉં છું.
હે પ્રભો ! પૂર્વે અનંતા ભવોમાંહિ મારા જીવે જે કાંઈ શ્રી અરિહંત દેવો, ગુરુ ભગવન્તો, શ્રી જૈનધર્મની વિરાધના કરી હોય અશાતના કરી હોય, ઉત્સૂત્ર પ્રરૂપણ કર્યું હોય તો તેના માટે હું મિચ્છામિ દુક્કડં દઉં છું, મિચ્છામિ દુક્કડં દઉ છું.
હે પ્રભો ! આપની ભક્તિના પ્રભાવે મને શ્રી સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ રત્નની પ્રાપ્તિ થાઓ ! ભવોભવ આપના ચરણની સેવા મળે જેના પ્રતાપે હું જિન આજ્ઞા અનુસાર આરાધના કરવા પૂર્વક કર્મોનો નાશ કરી મોક્ષ સુખ પ્રાપ્ત કરૂં.
હે પ્રભો ! આપની કૃપાથી મને એવી શક્તિ પ્રાપ્ત થાઓ, જે દ્વારા હું મારા કર્તવ્યો નીતિ-ન્યાય-અહિંસા-સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય-અપરિગ્રહ વ્રતોનું પાલન કરી શકું. પ્રાણિમાત્ર પ્રત્યે મૈત્રીભાવના, ગુણ શીલ પ્રત્યે પ્રમોદ ભાવના, દીન દુ:ખી પ્રત્યે કરુણા ભાવના, ધર્મ વિહુણા પ્રત્યે મધ્યસ્થ ભાવના ભાવનારો બનું.
-
સુખમાં જે લીન થાય અને દુઃખમાં જે દીન થાય તે દુર્ગતિમાં જાય.
૧