________________
કષાય અને લેશ્માનું સામાન્ય સ્વરૂપ
Por
કષાય અને લેશ્માનું સામાન્ય સ્વરૂપ
શાસ્ત્રોમાં મોહનીય કર્મને નવીન કર્મબંધનું મુખ્ય કારણ કહ્યું છે. અહીં મોહનીય કર્મ અંતર્ગત કષાય નોકષાય અને લેશ્યાઓને ટૂંકમાં સરળ રીતે સમજાવવા પ્રયાસ કર્યો છે.
મોહનીય કર્મ બે પ્રકારે છે : દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહના ઉદયથી જીવના સમ્યગ્દર્શન ગુણનો ઘાત છે. જેથી જીવને પોતાની યથાર્થ જ્ઞાન જાણકારી થતી નથી. શાસ્ત્રજ્ઞાન અથવા વીતરાગી સંતો-મહાત્માઓ કે જ્ઞાની પુરૂષના યથાર્થ બોધથી દર્શન મોહનીય કર્મ હટી શકે છે. ચારિત્ર મોહના ઉદયથી થતાં જીવના કલુષિત પરિણામો ચારિત્ર ગુણનો ઘાત કરે છે. ચારિત્ર મોહના ઉદયથી થતાં જીવના આ કલુષિત પરિણામોને કષાય કહેવામાં આવે છે.
આ કષાયો ક્રોધ, માન, માયા અને લોભ તથા નોકષાયો. એ નામ પ્રમાણે કિંચિત્ અથવા નગણ્ય કષાયો છે. જે મુખ્ય કષાય ચોકડીની અંતર્ગત સમાય છે. આ નવનો કષાયો-હાસ્ય-રતિ-અરતિ ભય શોક જુગુપ્સા પુરૂષવેદ સ્ત્રીવેદ અને નપુંસકવેદ ને નામે ઓળખાય છે. જેને આપણે ટૂંકમાં રાગ-દ્વેષ કહીએ છીએ.
ક્રોધ, માન, માયા, લોભ કષાયો દરેક તીવ્ર મંદ અપેક્ષાએ ચાર ચાર પ્રકારે છે. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાના વરણીય, પ્રત્યાખ્યાના વરણીય અને સંજ્વલન અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન વગેરે કષાયો નામ પ્રમાણે અનંત સંસારનો બંધ કરે છે. તેના ઉદયથી જીવના સમ્યગ્દર્શન ગુણનો ઘાત થાય છે. અપ્રત્યાખ્યાના વરણી ક્રોધ, માન, માયા અને લોભ કષાયના નિમિત્તે સંયમા સંયમનો ઘાત થાય છે. પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા અને લોભ કષાયથી સકળ સંયમનો ઘાત થાય છે અને સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ તથા
Isol
હાડકા વગરની બેફામ ‘જીભ’ ઘણાના હાડકા ભાંગી શકે છે.
37