________________
38 હજી
રત્નત્રયી ઉપાસના નવ કષાયોના ઉદયથી સંયમનો ઘાત થાય છે.
આ ચારે કષાયો નાશ પામે છે. જેમકે પહેલાં અનંતાનુબંધી કષાય ચોકડી (ક્રોધ, માન, માયા, લોભ) નષ્ટ થાય છે. પછીના તે તે ગુણસ્થાનકે યથા યોગ્ય વિરામ પામે છે.
આ ચારે પ્રકારને દષ્ટાંતપૂર્વક નીચે મુજબ સમજાવી શકાય. પ્રથમ ક્રોધ - પત્થર પર પડેલી રેખા, દ્વિતીય ક્રોધ - પૃથ્વી પર પડેલી રેખા, તૃતીય ક્રોધ – ધૂળ પર પડેલ રેખા તથા ચતુર્થ ક્રોધ - પાણી પર દોરેલ રેખા. જેમ પત્થર પર કરેલ રેખા ગાઢ હોય છે. જે ઘણાં કાળ સુધી જેવો છે એવીને એવી જ બની રહે છે. આ અનંતાનુબંધી ક્રોધનું દષ્ટાંત છે. પૃથ્વી પર કરેલ રેખા તેના કરતાં થોડાં ઓછા સમયમાં નષ્ટ થઈ શકે છે. આ અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધનું દષ્ટાંત છે. એવી જ રીતે ધૂળ અને પાણી પર કરેલ રેખા ક્રમપૂર્વક અતિ શીધ્રપણે ભૂંસાઈ જાય છે. જે પ્રત્યાખ્યાનાવરણીય અને સંજવલન ક્રોધના દષ્ટાંતરૂપ છે.
ક્રોધ કષાયના આ ભેદ જીવને ક્રમપૂર્વક નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં લઈ જાય છે. ક્રોધની જેમ તીવ્રતામંદતાની અપેક્ષાએ માન, માયા અને લોભની પણ ચાર શક્તિઓ છે. અને તે પણ જીવને ક્રમપૂર્વક નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં લઈ જાય પરંતુ જીવનો મોક્ષ થતો અટકાવે.
તીવ્ર માની પુરૂષને પર્વતની ઉપમાથી સમજાવ્યા છે, કેમકે તીવ્ર માની પર્વતની જેમ અક્કડ રહે છે. જરા પણ નમતો નથી. એનાથી ઓછા પ્રમાણવાળા માની પુરૂષને હાડકાના દષ્ટાંતથી સમજાવ્યા છે. હાડકું જો કે કઠોર છે પણ પર્વતની અપેક્ષાએ ઓછું કઠોર છે. ત્રીજા અને ચોથા પ્રકારનું લાકડું અને નેતરના દષ્ટાંત સમજાવ્યા છે તે બંન્નેમાં અનુક્રમે બહું
ઓછી કઠોરતા છે. એ માનની ચાર શક્તિઓ પણ જીવને નરકાદિ ગતિના કારણો થાય છે.