________________
82
રત્નત્રયી ઉપાસના
-: શંકા - સમાધાન :કર્મ કેટલા પ્રકારના તથા તેના નામ અને શાના કારણે કયું કર્મ બંધાય છે? કર્મ આઠ પ્રકારના છે. (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (0) ગોત્ર, (૮) અંતરાય. ૧. જ્ઞાનાવરણીય કર્મ - જ્ઞાનીની સમક્તીની ઈર્ષ્યા કરવાથી ગુરુને
ઓળવવાથી, ભણતાં ને અંતરાય કરવાથી, જ્ઞાનના ઉપકરણો અને અક્ષરવાલા કોઈપણ સાધનોની આશાતના કરવાથી જેમ કે પેપર વિગેરેમાં ખાવાથી, ઈન્દ્રિયોનો દુરુપયોગ કરવાથી. એઠા મોઢે
બોલવાથી. ગુરૂની ૩૩ આશાતના કરવાથી. ૨. દર્શનાવરણીય કર્મ - જિનાલયમાં આશાતના કરવાથી તેમજ સમકિતીની
નિંદા, અને ઉત્સુત્ર પ્રરૂપણા કરવાથી તથા દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી, દર્શન તથા પૂજા કરતા અટકાવવાથી. દેરાસરની ૮૪ આશાતના કરવાથી. વેદનીય કર્મ - વડીલોની ભક્તિ, પ્રાણીઓ ઉપર અનુકંપા અને વ્રતનું પાલન કરવાથી શાતા વેદનીય તથા એનાથી વિપરિત કરવાથી અશાતા વેદનીય કર્મ બંધાય. સર્વજીવો પ્રત્યે આત્મતુલ્યભાવ કરવાથી
જાત-શરીર-સંપત્તિ અને સ્વજનનો મોહ કરવાથી. ૪. મોહનીય કર્મ - વિષય-કષાયમાં આસક્ત થવાથી. ૫. આયુષ્ય કર્મ - ચાર પ્રકારના, નરકાયુ - મહારંભ, મહાપરિગ્રહ અને
ક્રૂર પરિણામો થવાથી. તિર્યંચ આયુ : માયા કપટ કરવાથી મનુષ્ય આયુ : સરલ પરિણામી હોય, દાનમાં રૂચિવાળો હોય, મંદકષાયી હોય છે. દેવ આયુઃ સરાગ
સંયમી હોય અજ્ઞાન કષ્ટને સહન કરવાવાળો ૬. નામ કર્મ - મન, વચન અને કાયાની વતાથી અશુભ નામકર્મ અને - સદ્યોગથી શુભ નામ કર્મ બંધાય ૭. ગોત્ર કર્મ - બીજાની નિંદા કરવાથી પોતાની પ્રશંસા કરવાથી. નીચ
ગોત્ર બંધાય અને એનાથી વિપરિત કરવાથી ઉચ્ચગોત્ર બંધાય. ૮. અંતરાય કર્મ - પૂજા વિગેરેમાં વિઘ્ન કરવાથી તથા હિંસા વિગેરેમાં તત્પર
રહેવાથી. દાન-શીલ-તપાદિમાં અંતરાય કરવાથી.
નિર્મળ ચિત્ત એ મહામૂલી મૂડી છે, કોઈપણ ભોગે તેનું જતન કરવું જ રહ્યું.