________________
પ્રતિમા વિશે શંકા-સમાધાન
-: શંઝા - સમાધાન :પ્રતિમા એટલે શું ? તે શા માટે કરવાની ? પ્રતિમાએ એક પ્રકારના મન અને ઈન્દ્રિયોને જીતવાના નિયમો છે. શ્રાવક જીવનમાં પોતાના જીવનને વિશુદ્ધ તથા વિશુદ્ધતમ બનાવવા માટે પ્રતિમા તે આપણા શાસ્ત્રમાં ૧૧ બતાવી છે. ૧. સમ્યકત્વ દર્શન પ્રતિમા - એક મહીના સુધી ધર્મમાં રૂચી રાખવી
તથા આત્મ ભાવના વિશુદ્ધિ કરવી સમક્તિના દોષોનો ત્યાગ કરવો. ૨. વ્રત પ્રતિમા - ૨ મહિના સુધી શ્રાવકનાં બાર વ્રતનું પાલન કરવું. ૩. સામાયિક પ્રતિમા - ત્રણ મહીના સુધી દ્વિસંધ્ય સામાયિક કરવું
અને દેશાવકાસિક વ્રતનું પાલન કરવું. ૪. પૌષધ પ્રતિમા - ચાર મહીના સુધી પાંચ તિથિ પૌષધ કરવા. ૫. કાયોત્સર્ગ પ્રતિમા - પાંચ મહીના સુધી.
(અ) સ્નાન કરવું નહિ, (આ) રાત્રિ ભોજન કરવું નહીં, (ઈ) ધોતીયાનો કછોટો બાંધવો નહીં, (ઈ) દિવસમાં પૂર્ણ બ્રહ્મચર્ય
પાળવું, (ઉ) રાતે બ્રહ્મચર્યની મર્યાદા બાંધવી. . ૬. બ્રહ્મચર્ય પ્રતિમા - છ મહિના સુધી મન, વચન, કાયાથી શીલ પાળવું. ૭. સચિત્તાવાર વર્જન પ્રતિમા - સાત મહીના સુધી સચિત્ત
આહારનો ત્યાગ કરવો. ૮. સ્વયં આરંભ વર્જન પ્રતિમા - આઠ મહીના પોતે જાતે આરંભ
સમારંભ ન કરવા. હિંસક પાપ વ્યાપારો ન કરવા ૯. પ્યારંભ વર્જન પ્રતિમા - નવ મહિના સુધી પોતાના માટે
બનાવેલ ભોજનનો ત્યાગ. માથે મુંડન કરાવવું. તથા સંસાર સંબંધી પ્રશ્નમાં ‘હા’, ‘ના’માં પરિમિત જવાબ આપવો. અન્ય પાસે આરંભ
ન કરાવવો. ૧૦. ઉદ્દિષ્ટ ભાગ - દશ મહીના સુધી આપણે ઉદશીને બનાવેલી તમામ
વસ્તુનો ત્યાગ રાખવો. ૧૧. શ્રમણભૂત પ્રતિમા - ૧૧ મહીના સુધી સાધુ જીવન પાળવું.
તેમની જેમ ભિક્ષા વગેરે લાવીને ખાવું. * આ પ્રતિમા ધારણ કરવાથી સંયમ જીવનની તાલીમ મળે છે.
આપણે ધર્મને વફાદાર બનીએ, તો જગત આપણી વફાદારી રાખે.