________________
30
રત્નત્રયી ઉપાસના
ભગવાન્હમ્ - વિગેરે ચાર ખમાસમણ દ્વારા દેવગુરુને વંદન. અઠ્ઠાઈડ્જેસુ - અઢીદ્વિપમાં રહેલ સર્વમુનિઓને નમસ્કાર. કાઉસ્સગ્ગ - દરેક પાપોની આલોચના થઈ ગઈ હોવા છતાં રહી ગયેલ પાપોને આલોચવા માટે ચાર લોગસ્સનો કાયોત્સર્ગ અને ત્યારબાદ ..
પ્રગટ લોગસ્સ પરમાત્મા પ્રત્યેની કૃતજ્ઞતા તથા પ્રતિક્રમણ નિર્વિઘ્ને પૂર્ણ થયાની ખુશાલી વ્યક્ત કરવા માટે.
સજ્ઝાય - સ્વાધ્યાય માટે આદેશ લઈ ગુરુદેવશ્રી સજ્ઝાય કહે. કાઉસ્સગ્ગ - દુ:ખક્ષય અને કર્મક્ષય માટે. ચાર લોગ્ગસ્સનો ચંદ... સુધી શાંતિ - પુરા વિશ્વની શાંતિ માટે. કષાયોથી મુક્તિ માટે લોગસ્સ - ગુણોથી પરીપૂર્ણ ૨૪ તિર્થંકરોને વંદના દ્વારા પૂર્ણગુણોની પ્રાપ્તિના ભાવપૂર્વક પૂર્ણાહૂતિ !!
-: લેખન સંકલન :- પ. પૂ. આ. ભ. શ્રી વિજયરત્નચન્દ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન મુનિ શ્રી ઉદયરત્નવિજયજી મ.સા.
新事
ગિરનાર તીર્થનો મહિમા
આવતી ચોવીશીમાં પદ્મનાભ આદિ બધા તીર્થંકર ભગવંતો શ્રી ગિરનારજી
ઉપર નિર્વાણ પામશે. અને ૨૩માં ૨૪માં તીર્થંકરના દીક્ષા કેવલજ્ઞાન કલ્યાણક પણ ગિરનારમાં થશે.
* ગઈ ચોવીશીના પણ (૧૭ થી ૨૪) ભગવંતના દીક્ષા, કેવલજ્ઞાન તથા નિર્વાણ ત્રણ કલ્યાણક થયા છે.
*નેમિનાથ પ્રભુના પણ દીક્ષા કેવલ તથા નિર્વાણ કલ્યાણક અહીં થયા છે. * શ્રી મહાવીર પ્રભુએ સૌધર્મેન્દ્રને ગિરનાર તીર્થનો મહિમા વર્ણવ્યો હતો. * બપ્પભટ્ટસૂરીજીના સદુપદેશથી આમ રાજાએ ગિરનાર તીર્થનો સંઘ કાઢ્યો
હતો.
‘માતા પિતાની’ વિનય મર્યાદા સાચવવી એ ગૃહસ્થ જીવનની ઉત્તમ ‘શોભા’ છે.