________________
29
સાચુ કરીએ પ્રતિક્રમણ ) સુત્ર પ્રથમ ગુરુ ભગવંત બોલે અને પછી આપણે બધાં એક સાથે બોલીએ છીએ. વિનય બતાવવા સૌ પ્રથમ ગાથા પૂજ્ય ગુરુદેવ બોલે પછી આપણે બોલીએ છીએ.
છ આવશ્યકની સમજણ સામાયિક - હોસ્પિટલમાં એડમીટ થયા અને ડોકટર (પ્રભુ) પ્રત્યે શ્રદ્ધા ધારણ કરવી. (કરેમિભંતે) મમતા રોગ મારી સમતા સાધવા સામાયિક.
ચઉવિસત્થો - હોસ્પિટલમાં એડમીટ થયા બાદ સુપ્રિમસર્જન ૨૪ તીર્થકરનું શરણ લેવું. (લોગસ્સ) સમતાના સ્વામીઓનાં સ્નેહપૂર્ણ સ્મરણથીજ સમતા મળે.
વાંદણા - આસિસ્ટન્ટ ડોકટર પ્રત્યેની (ગુરુ ભગવંત) પ્રીતિ અને શરણ. વર્તમાનમાં પ્રત્યક્ષ ઉપકારી ઘણી ખરી સમતાને સિદ્ધ કરનારાઓને વંદન.
પ્રતિક્રમણ - ઓપરેશન (પાપોનું ઓપરેશન) (વંદિતું) રાગદ્વેષની ગાંઠનું ઓપરેશન.
કાઉસ્સગ્ગ - કાયોત્સર્ગ એટલે...રોગમુક્તિ, ડ્રેસીંગ-પરેજી વિ. (કરેમિભંતેથી નવકાર સુધી) મુખ્યતયા કાયાના મોહથીજ થયેલા પાપોની સજારૂપે કાયાની માયા છોડી કાયોત્સર્ગ.
પચ્ચખાણ - ટોનિક, દવા, પ્રિસ્ક્રિપ્સન. પ્રતિજ્ઞાપૂર્વક પાપોને પડકાર.
ત્યારબાદ હર્ષનાદ જેવું ણમોડસુવર્ધમાનાય બોલવું (બહેનો એ સંસારદાવાનલદાહનીર બોલવું, ણમોડસુવર્ધમાનાય સૂત્ર પૂર્વકૃત હોવાથી સ્ત્રીઓથી બોલાય નહીં)
ત્યારબાદ નમુત્થણ... અને ત્યારબાદ સ્તવન = પ્રભુ ભક્તિ રૂપે પ્રભુની સ્તવના, એટલે સ્વનિંદાપૂર્વક પ્રભુગુણની પ્રાપ્તિની તીવ્ર લાલસા
વરકનક - અહીં બેઠા બેઠા એક સાથે પંચવણ ૧૭૦ તીર્થકરોને
વંદના...
મનને જીતનાર યોગી પાસે, વિશ્વવિજેતા પણ..ઝાંખો લાગે છે.